Abtak Media Google News

પાટીદાર મતદારો નારાજ હોવાથી ઇતર જ્ઞાતિના જોરે ચૂંટણી જીતવા ભાજપે શરૂ કરી તૈયારી

નોટબંધી,જીએસટીઅને પાટીદાર અનામત જેવા પેચીદા મુદ્દાઓ વચ્ચે વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપની મુશ્કેલીમાં ઉતરોતર થઈ રહેલા વધારાને પગલે ભાજપ ધારી સીટો મેળવવા  અવનવા ખેલ પડવાની સાથે હવે નવો જ દાવ અજમાવી આ વખતે પાટીદાર વર્ચસ્વ વાળી અને ટંકારા-પડધરી બેઠક માટે ઓબીસી કાર્ડ ખેલવા તૈયારી કરી રહ્યું હોવાની વિગતો સાંપડી રહી છે.

ભાજપના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ પ્લસના ટાર્ગેટ વચ્ચે સતા ટકાવી રાખવા ભાજપને ધરી સીટો ઉપર વિજય મેળવવામાં નોટબંધી,જીએસટી,પાટીદાર અનામત અને છેલ્લે લોકમુખી ચડી ગયેલો વિકાસ અંતરાયો ઉભા કરી શકે તેમ હોય ચૂંટણી જંગ જીતવાનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ઓબીસી મતદારો જ હોવાનું ભાજપની થિંક ટેન્ક માની રહી છે,કારણ કે ઓબીસી સમુદાયમાં આવતી અનેક જ્ઞાતિઓમાં હજુ પણ જ્ઞાતિના અગ્રણી કહે એટલું જ થતું હોય મતદારોને ભાજપ તરફી કરવા આસાન થઈ શકે તેમ હોવાનું માનવામાં આવે છે.

દરમિયાન તાજેતરમાં ભાજપની રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાગીરી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્તમાન સમીકરણોનો સરવાળો,ગુણાકાર,ભાગાકાર અને બદબાકીનું ગણિત માંડી તમામ વિધાનસભા મતક્ષેત્રના બક્ષીપંચ મોરચાને સવિશેષ જવાબદારી સોંપી ઓબીસી હેઠળ સમાવિષ્ટ જ્ઞાતિઓના નામ,અટકો સાથેના લિસ્ટ મોકલી તમામ વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં આવી અટકો ચેક કરી ધનિષ્ઠ સંપર્ક બનાવવા સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકાર દ્વારા આઈબી મારફત કરાવેલ સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા બાદ ભાજપ દ્વારા અતિગંભીર બની નાનામાં નાના મુદાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે,જેથી આ ચૂંટણીમાં ઓબીસી મતો નિર્ણાયક સાબિત થનાર હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ ઓબીસી મતો અંકે કરવા કસરત શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે છેલ્લા થોડા સમયમાં પુન: પાટીદાર અનામતનો મુદ્દો જોરાશોરથી ચર્ચામાં આવ્યો છે અને એક સમયે વિસરાય ગયેલા મુદ્દે ફરી પાછો હાર્દિક પટેલ હીરો બનીને ઉભરી રહ્યો છે જે હરિકની સોમનાથ સંકલ્પ યાત્રાની સફળતા પરથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે એ સંજોગોમાં ભાજપને પાટીદારોની નારાજગી પાલવી શકે તેમ નથી તો સામે પક્ષે પાટીદારોના વિકલ્પ રૂપે ઓબીસી મતદારોને ભાજપ તરફી વાળવામાં સફળતા મળે તો ચોક્કસ પણે ભાજપને ફાયદો થઈ શકે તેમ હોવાનું ભાજપ હાઇકમાન્ડ ગણિત માંડી રહ્યું છે.

આ સંજોગોમાં આગામી વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપ હૈ કમાન્ડ ભાજપના ગઢ સમાન અને ટંકારા-પડધરી બેઠક માટે પાટીદાર ઉમેદવારને બદલે ઓબીસી કે બિનપાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારી નવો ખેલ પાડવા મન બનાવ્યું હોવાનું જણાય રહ્યું છે.

જો કે એક વાત તો સત્ય છે કે ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ હોય પાટીદારનો નારાજ રાખવા કોઈને પોસાય તેમ નથી આ વાત ને યાદ રાખી છેલ્લી ઘડીએ ભાજપ પાટીદારોના મનામણા કરવા નવો વ્યૂહ ઘડી કાઢે તો પણ નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.