Abtak Media Google News

૨૦૧૯ લોકસભાની ચૂંટણી જીતવા માટેનો રોડમેપ અને એકશન પ્લાનની ચર્ચાવિચારણા કરા

 

લોકસભા ચૂંટણીના પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુરજીની વિશેષ ઉપસ્થિતિમાં અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજે અલગ-અલગ પ્રકારની સંગઠનાત્મક બેઠકો મળી હતી. ઓમજી માથુર સતત ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને સતત વિવિધ પ્રકારની સંગઠનની બેઠકોમાં માર્ગદર્શન આપી રહ્યા છે. ભાજપાના કાર્યકર્તા અને લોકસેવા તેમજ સંગઠનાત્મક કાર્યક્રમો એ ભાજપનું ચાલકબળ, સેવાબળ અને વિજયબળ છે. પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકસેવા અને સંગઠનાત્મક કાર્યક્રમ દ્વારા લોકોની વચ્ચે સતત રહેતા હોય છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે વિવિધ મોરચાઓ અને વિવિધ વ્યવસ્થા સમિતીઓ દ્વારા

આગામી કાર્યક્રમો અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી અને આગામી સમયમાં વિવિધ પ્રકારની બેઠકો અને કાર્યક્રમો દ્વારા ૨૦૧૯ લોકસભાની ચૂંટણી જીતવા માટેનો રોડમેપ અને એકશન પ્લાનની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આગામી સમયમાં કાર્યકર્તા સંમેલન, પ્રબુધ્ધ નાગરીક સંમેલનો, વિસ્તારક યોજના, વિવિધ મોરચાના સંમેલનો, બાઈક રેલી વગેરે કાર્યક્રમો કરવા માટેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

તા. ૧ ફેબ્રુ. થી ૧૦ ફેબ્રુ. સુધીમાં ૨-૩ લોકસભાનું કલસ્ટર બનાવીને કાર્યકર્તા સંમેલનો યોજવામાં આવશે. ગુજરાતમાં ૯ જેટલા સ્થાન પર યોજાનાર આ કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વગેરે રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તા. ૧૦ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ૯ સ્થાનો પર પ્રબુધ્ધ નાગરીક સંમેલનો યોજવામાં આવશે અને આ સંમેલનમાં કેન્દ્રીય નેતૃત્વ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

ગુજરાતના સંગઠનાત્મકની દ્રષ્ટીએ ૫૮૩ મંડલની ૨૬૮ સ્થાન પર મંડલ બેઠકોનો દોર ચાલુ છે. તા. ૩૧મી જાન્યુઆરી સુધીમાં ગુજરાતના તમામ શહેરી/વોર્ડ અને ગ્રામીણ તાલુકાની બેઠકો પૂર્ણ થશે. ભાજપના ૭ મોરચાઓએ કરેલ ગતિવિધીની માહિતી પ્રદેશના મોરચાના હોદ્દેદારો પાસેથી મેળવવામાં આવી અને આગામી પ્રવાસ, બેઠકો અને કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમ પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.