Abtak Media Google News

ગઠબંધનના ગણીતના લીધે જ એનડીએ સરકાર બનાવશે

૨૦૧૪ લોકસભાની ચૂંટણીની સરખામણી અને ૨૦૧૯ની સ્થિતિમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે ત્યારે વિધાનસભાની ૩ રાજ્યોની ચૂંટણી પરિણામમાં જે રીતે ભાજપ પક્ષને નુકસાની ભોગવી પડી તેને જોતા અને યુપીનો માહોલને લઇ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપને આ બાબતનો એંધાણ આવી ગયો હતો જેને લઇ તેને ગઠબંધનની પ્રક્રિયા આરંભી હતી. જેના ફળ સ્વ‚પે ૨૦૧૯ની ચૂંટણી ભાજપ ગઠબંધનના ગણીતથી જ જીતશે. તે વાત નક્કર છે.

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં ૧૭મી મહાપંચાયતના નવનિર્માણ માટે ચાલી રહેલી સામાન્ય ચૂંટણીના પાંચ તબકકાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જયારે હવે માત્ર અંતિમ તબકકાના બે મતદાનોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ ફરીથી સત્તા પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના તમામ હરિફોને માત કરવા માઈક્રો મેનેજમેન્ટ સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપ પક્ષના મુખ્ય સચિવ રામ માધવે નિવેદન કરતા જણાવ્યું હતું કે, આ વખતની લોકસભાની ચૂંટણી પરિણામમાં ભાજપ એકલા હાથે સત્તા રચી શકે તેવા આંકડાથી સહેજદૂર રહેશે તેમ જણાવી ભાજપને સત્તા મળશે પરંતુ તેઓને સાથી પક્ષોનો સહયોગ પણ જરૂરથી લેવો પડશે. વધુમાં રામ માધવે જણાવ્યું હતું કે, આ વખતે ભાજપની બેઠકો ઘટે તેવી રાજકીય સમીકરણો દેખાઈ રહ્યાં છે ત્યારે કેન્દ્રમાં સરકાર રચવા માટેની પૂર્ણ બહુમતિ માટે ભાજપને સહયોગીઓની જરૂર પડશે તો નવાઈ નહીં.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની ચૂંટણી સભાઓમાં ભાજપને ૩૦૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને નિર્ધારીત પણ કર્યો હતો. પરંતુ પૂર્ણ બહુમત મેળવવાના વિશ્ર્વાસ સાથેના દાવાઓ જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ કરી રહ્યાં છે તે સમયે રામ માધવ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે કે, ભાજપ એકલા હાથે સત્તા પ્રાપ્ત નહીં કરી શકે તે માટે તેને અન્ય સાથી પક્ષોનો પણ સહારો લેવો પડશે. ત્યારે આ પ્રકારના નિવેદનોથી શું ભાજપ પૂર્ણ: સત્તામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ તે વાત નકકર છે કે, એનડીએની જો સરકારનું ગઠન થાય કે પછી ભાજપ એકલા હાથે સત્તા પર આ‚ઢ થાય પરંતુ પ્રધાનમંત્રી મોદી બનશે તે વાત પૂર્ણત: સાચી છે.

હાલ જયારે માત્ર બે તબકકાઓની ચૂંટણી બાકી રહી છે ત્યારે રામ માધવન દ્વારા આપવામાં આવેલું નિવેદન એ સમયે આવ્યું છે કે, જયારે લોકસભા ચૂંટણી માટેનો ખરાખરીનો જંગ ખેલાયો હોય. રામ માધવની આ વાતનો પડઘો ઝીલીને શિવસેનાના સંજય રાવતે જણાવ્યું હતું કે, આજમાં એટલે કે ૨૦૧૯માં અને ૨૦૧૪ની સ્થિતિમાં ખુબજ તફાવત જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપે પોતાના બળ ઉપર સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. ત્યારે સંજય રાવતે પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રામ માધવ દ્વારા કરવામાં આવેલું નિવેદન સાચી દિશાનો નિર્દેશ કરે છે અને તે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિનું પ્રતિબીંબ તરીકે પણ સામે આવે છે જેને ભાજપ પક્ષે પૂર્ણત: સ્વીકાર કરવું જોઈએ.

એનડીએ ભાજપ સાથે રહીને ૨૦૧૯માં સરકારની રચના કરશે ત્યારે ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવશે પણ ભાજપ માટે ૨૮૦થી વધુ બેઠકો જીતવી હાલ મુશ્કેલ બની હોય તેવું સામે આવી રહ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે, વિપક્ષીઓ દ્વારા કરવામાં આવેલા ગઠબંધનના કારણે ભાજપને બેઠકો અંકે કરવા માટે થોડી તકલીફ પડી શકે પરંતુ એક સમયે એવી પણ વાત સામે આવી રહી હતી કે, ભાજપ ગઠબંધનના ગણીતમાં અવ્વલ નંબર પર છે જયારે કોંગ્રેસ એટલે કે વિરોધ પક્ષને આ અંગે ગ્રેસીંગમાં પણ ફાફા પડી રહ્યાં હોય પરંતુ આ વાત કેટલી નકકર છે કે કેટલી સાચી છે તે ૨૩મી મે ના રોજ જ ખબર પડશે કે કોણ સત્તા પર આરૂઢ થશે.

શિવસેના અને ભાજપનું ગઠબંધન ૨૦૧૪ની સ્થિતિમાં મોડુ મોડુ શકય બન્યું હતું. રાવતે દેશમાં વિપક્ષોની વધતી તાકાત અંગેનું ગણીત સમજાવતા ભાજપને કેટલાક કારણોસર બેઠકોની ખોટ આવશે તે અંગેની પણ વાત કરી હતી. દેશની કેટલા પ્રાદેશીક પક્ષોએ ભાજપનું ગણીત બગાડયું છે તેમ છતાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ દેશનું સંચાલન કરશે તે વાત પર પણ સંમતી દાખવવામાં આવી છે.

રાવતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપને જે પૂર્ણત: બહુમતિ મળવાની વાત જે હતી અને તેના પર જે પૂર્ણ વિરામ મુકવામાં આવ્યો છે તેનું એકમાત્ર કારણ વિપક્ષીઓનું ગઠબંધન પણ મુખ્ય કારણભૂત છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એનડીએ ૩૦૦ બેઠકને પાર પહોંચશે તે વાત પૂર્ણત: સાચી છે પરંતુ ભાજપની બેઠકોમાં ઘટાડો થશે તે વાતમાં કોઈ મીનમેક નથી એટલે જે રીતે વાત સામે આવી રહી હતી કે ભાજપ પક્ષ પૂર્ણત: સરકારનું ગઠન કરશે તે વાત તદન ખોટી સાબીત થશે તો નવાઈ નહીં. કારણ કે એવા અનેક પરિબળોના કારણે ભાજપ પક્ષે પોતાની બેઠક ગુમાવવી પડશે ત્યારે મિશ્ર સરકાર બનવાના પણ એંધાણ સામે આવી રહ્યાં છે પરંતુ ખરુ ચિત્ર ૨૩મી મેના રોજ સામે આવશે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપે પૂર્ણત: બહુમત હાંસલ કરી હતી તે પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર છે. તદન વિપરીત પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે અનેક કારણો આ અંગે સામે આવી રહ્યા છે પરંતુ પ્રાદેશિક પક્ષો અને વિપક્ષી ગઠબંધનો પણ મુખ્ય કારણ ભાજપની બેઠકમાં ઘટાડો થવા માટેનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.