Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી  ભાજપના 43માં સ્થાપના દિવસની ઉજવણી:પક્ષનો ધ્વજ ફરકાવાયો

ભાજપ સ્થાપના દિવસે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જંયતિભાઇ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપનો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રદેશના ઉપાધ્યક્ષશ જયંતીભાઈ કવાડીયાએ જણાવ્યું હતું  કે, આજે ભાજપનો સ્થાપના દિવસ છે. આજે પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવા જે જે કાર્યકરોએ બલીદાન આપ્યુ છે તેમને નમન કરીએ છીએ. આજે હનુમાન જંયતી પણ છે ભાજપનો કાર્યકર દેશ માટે હનુમાન બનીને કામ કરે છે.

Advertisement

Screenshot 2 11

આજના મહત્વના દિવસે અમે સંકલ્પ કરીએ છીએ કે,આવનાર દિવસમાં ભાજપનો કાર્યકર દેશ માટે હનુમાન દાદાની જેમ કામ કરશે. આજે દેશના કર્મઠ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક નેતાઓના માર્ગદર્શનમાં કાર્યકરો દેશની સેવામાં જોતારાયેલા છે અને રામમંદિર,કલમ 370, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની નેમ રાખી દેશને નવી દિશા આપી રહ્યા છે.

આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત રાજકોટ શહેર ભાજપ  ધ્વારા ભાજપા સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે તે અંતર્ગત શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવાયો હતો. આ તકે  રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય  ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર,સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને જનસંઘના વિરષ્ટ અગ્રણીઓ સર્વ  જીતુભાઈ શાહ, જનકભાઈ કોટક, ટપુભાઈ લીંબાશીયા, ગોવિંદભાઈ પટેલ, ભુપતભાઈ દવે,દિલુભા વાળા, અનિલભાઈ પારેખ, કિશનભાઈ જાદવ, રમેશભાઈ જોટાંગીયા, મનોજભાઈ મારૂ, હેમુભાઈ ચૌહાણ, નટુભાઈ ચાવડા સહિતનાનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

ભાજપના સ્થાપના દિને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ ઉપાધ્યક્ષ જંયતિભાઇ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.