Abtak Media Google News

અબતકની મુલાકાતમાં રોટરી ક્લબના પદાધિકારીઓ અને નિષ્ણાંત ડોક્ટરોએ શ્રવણ સમસ્યા અંગે કરી ચર્ચા: રવિવારે વિનામૂલ્યે શ્રવણ યંત્રનું વિતરણ કરાશે

માનવ દેહમાં આંખ પછી અમૂલ્ય અંગ ગણાતા કાન અને દૃષ્ટિની જેમ જ શ્રવણશક્તિ પણ જીવનમાં પ્રાણવાયુની જેમ જ આવશ્યક છે, ત્યારે વર્તમાન સમયમાં કાન અને કાનને લગતી સમસ્યાઓમાં દિવસે દિવસે વધારો થતો રહ્યો છે ..ખાસ કરીને ડાયાબિટીસ ,બ્લડપ્રેશર જેવા રોગની સ્થિતિ અને મોટી ઉંમરના લોકો માટે સાંભળવાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ,તેવા સંજોગોમાં રાજકોટ રોટરી ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી કાનની તકલીફ ધરાવતા લોકો માટે વિનામૂલ્યે “શ્રવણ યંત્ર” વિતરણ નો લાખોના ખર્ચે કેમ્પ નિરંતર પણે યોજવામાં આવે છે,

આ વર્ષે પણ આયોજિત  શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનામાં 150 જેટલા લોકોને વિનામૂલ્ય શ્રવણ યંત્ર આપવામાં આવશે ,અબ તકની મુલાકાતમાં આવેલા રોટરી ક્લબ ઓફ રાજકોટ “મીડ  ટાઉન ” શ્રવણ યંત્ર વિતરણ કેમ્પના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડોક્ટર નિરવભાઈ મોદી અને રોટરી ક્લબના દિવ્યેશભાઈ અઘેરાએ આ સેવા યજ્ઞ ની વિગતો આપતા જણાવ્યું હતું કે “રોટરી મીડટાઉન “સમાજમાં શ્રવણ શક્તિની સમસ્યા ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે છેલ્લા 25 વર્ષથી ફ્રી શ્રવણ યંત્ર વિતરણ યજ્ઞ ચલાવી રહી છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 9 એપ્રિલ રવિવારે સવારે 9 થી 11 દરમિયાન રોટ રી ’લલિતાલય હોસ્પિટલ’6 ગીત ગુજરી સોસાયટી પેટ્રીયા શૂટ હોટલ સામે એરપોર્ટ રોડ પર વિનામૂલ્યે  શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ માં 150 જેટલા જરૂરિયાત મંદ વ્યક્તિઓને વહેલા તે પહેલાના ધોરણે શ્રવણ યંત્ર નું વિતરણ કરવામાં આવશે. વિનામૂલ્યે શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ ને સફળ બનાવવા પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇન્ચાર્જ ડોક્ટર નિરવભાઈ મોદી કોમ્યુનિટી ડાયરેક્ટર ડોક્ટર ગજેન્દ્રભાઈ ઓડેદરા અને પ્રેસિડેન્ટ ધરતી બેન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ રોડ ની ક્લબ ઓફ રાજકોટ ની ટીમ જાહેર મત ઉઠાવી રહી છે.

કાન અને શ્રવણ શક્તિને સાચવવી હોય તો ઈયરફોન નો ઉપયોગ ટાળવો જોઈએ તેમ જણાવી  ઈએનટી સર્જન ડોક્ટર નિરવભાઈ મોદીએ લોકોને ખાસ ભલામણ કરી છે કે કાનની શ્રવણ શક્તિ એક વખત નબળી પડી જાય પછી કુદરતી જેવી થવાની શક્યતા નહીંવત હોય છે ત્યારે ખાસ કરીને કાનમાં ઈયરફોન કે હેડફોન દ્વારા સાંભળવાની આદત ન પાડવી જોઈએ ..ઈયરફોન કાનમાં રાખીને મોટા અવાજે મ્યુઝિક કે કોઈપણ એન્ટરટેનમેન્ટ સતત પણે સાંભળવાથી કાનની શ્રવણ શક્તિ ઓછી થતી જાય છે અને એક સમયે સંભળાવવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. એટલે ઈયરફોન નો ઉપયોગ ઓછો કરવો.. જરૂર પડે તો થોડો સમય માટે હેડફોન વાપરવો , ડોક્ટર નિરવભાઈ મોદીએ કાનની જાળવણી માટે બાળપણ થી લઈ યુવાનીમાં પણ તકેદારી રાખવાની હિમાયત કરી છે કાનને ઘોંઘાટથી દૂર રાખવાની સલાહ અને શરદી ની તાત્કાલિક સારવાર કરી કાનમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તે માટે સાવચેત રહેવા ની હિમાયત કરી છે.

કાન અને સાંભળવાની કુદરતી બક્ષિસને સાચવવા સાવચેત રહેવું જરૂરી

મનુષ્ય જીવનમાં શ્રવણ શક્તિ નું ખૂબ જ મહત્વ છે શ્રવણ શક્તિ નબળી પડી જાય તો જીવન જીવવું મુશ્કેલ થઈ પડે છે અત્યારના વ્યસ્ત અને અવાજ પ્રદૂષણમાં દરેક વ્યક્તિએ કાન અને ખાસ કરીને સાંભળવાની નશો ને કોઈ નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવાનું મિશ્રા કબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે કાનને શરદી શરદી થી બચાવવા જોઈએ શરદી થાય તો તરત જ તેનો ઈલાજ કરી લેવો જોઈએ જો ઈલાજ માં ચુપ થાય તો કાનમાં શરદી થી મોટું નુકસાન થાય છે કાન ને વારંવાર સાફ ન કરવા અને ઘોંઘાટ વાળા વાતાવરણથી દૂર રહેવાની સલાહ આપવામાં આ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.