મોરબી નગરપાલિકામાં પણ કેસરિયો રંગ ઘુંટાયો કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપના કાર્યકરો ઉત્સાહીત

વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવાર પ્રભુભાઇ ભૂત, દિનેશભાઇ કૈલા, મંજુલાબેન દેત્રોજા અને કિષ્નાબેન દશાડિયાએ પ્રસંડ જન સમર્થન

મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં મોરબી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૮ ના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત, દિનેશભાઇ કૈલા, મંજુલાબેન દેત્રોજા, ક્રિષ્નાબેન દશાડિયા જેઓને વોર્ડ નંબર ૮ ની દરેક સોસાયટી એરિયામાં લોક સંપર્ક દરમ્યાન જંગી પ્રતિશાદ સાંપડી રહ્યો છે. જેમાં સત્યમ પાન વાળી શેરીની તમામ સોસાયટીઓ જેવી કે વિશ્વકર્મા પાર્ક,ભક્તિ નગર ૧-૨-૩, અંજની એપાર્ટમેન્ટ, સરસ્વતી, હિલ એપાર્ટમેન્ટ, આશા પાર્ક,ખેરની વાડી વગેરે  સોસાયટીઓમાં રાજેન્દ્રસિંહ પથુભા ઝાલા(શક્તિ રોડવેઝ લાતી પ્લોટ) દિવસ રાત જોયા વગર પ્રજા માટે તેમજ ઉમેદવારો માટે સતત ખડે પગે પોતાની સેવા આપી રહ્યા છે. તથા લાતી પ્લોટ શેરી નંબર ૧-૨-૩-૪-૫-૬-૭-૮ અને  જોશનગર શેરી નંબર ૧-૨-૩-૪ તથા સાવરની પાળ(પંચાસર રોડ) વિસ્તાર માં સતત જાગૃત એવા પત્રકાર  બીપીનભાઈ વ્યાસ જેઓ નિષ્ઠાપૂર્વક અને ખંતથી પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટી સાથે પ્રજાજનો સાથે જોડાયા છે. મહા પાલિકાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ હવે પાલિકા ફતર રકવા પણ ભાજપના કાર્યાકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. મોરબી નગરપાલિકામાં સર્વત્ર ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે.

અહી પણ મતદારો કોંગ્રેસના સુપડા સાફ કરવા સ્વયંભૂ થનગની રહ્યા છે. ભાજપના ઉમેદવારોને પ્રચારમાં જોરદાર જન સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે.