Abtak Media Google News

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતી જાય તેમ બંને પક્ષો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે વહેલી સવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી વિધાનસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા ને જીતાડવા પ્રચાર અર્થે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Screenshot 4 5

એરપોર્ટ પર શ્રીમતી અંજલીબેન રૂપાણી રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ભાજપ આગેવાનો અને નેતાઓએ સ્મૃતિ ઈરાની નું ભવ્ય સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે મોરબી, બોટાદ લીમડી સહિતની બેઠક પર સભા સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.