Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપ ને વિડીયો કોન્ફરન્સ મારફત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને પ્રદેશ ભાજપ અગ્રણી આત્મારામભાઇ પરમારે માર્ગદર્શન આપ્યું હતું. મોદી સરકારના વિકાસ કાર્યો અને દેશહિત ના નિર્ણયો નિર્ણયોના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યોને પણ તેઓએ બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી સીએમ નહીં પરંતુ ખરા અર્થમાં કોમનમેન છે આ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત અનુ.જાતિ મોરચાના પ્રમુખ શંભૂનાથજી ટુંડિયા  મહામંત્રી  ગૌતમ ગેડીયા પુર્વ મંત્રી રમણભાઈ વોરા ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ભાઈ ચૌહાણ અને ધારાસભ્ય  લાખાભાઈ સાગઠીયા તેમજ પૂર્વ ધારાસભ્ય  ભાનુબેન બાબરીયા પ્રદેશ જિલ્લા પ્રભારી વંદનાબેન મકવાણા, રાજકોટ જિલ્લા પ્રભારી હિરેનભાઈ જોશી, જિલ્લા પ્રમુખ અનુ.જાતિ મોરચો ગોવિંદભાઈ રાઠોડ મહામંત્રી  લાલજીભાઈ આઠુ, હરેશ મકવાણા  રાજુ અઘેરા  અશોક બથવાર અને અનિલ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.