Abtak Media Google News

રાજકીય કારકિર્દીનો ડર દેખાડી પરસોતમ રૂપાલાને પાટીદારોને મનાવવા મજબુર કર્યા હોવાનો કોંગી અગ્રણીઓનો અબતકની મુલાકાત વેળાએ આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સહિતના તમામ સમાજે સતાધારી પક્ષ ભાજપ પ્રત્યે નારાજ થયા છે ત્યારે તમામ સમાજને પોતાની પડખે કરવાની ભાજપે મેલી રાજનીતિ શરૂ કરી હોવાનું આજે અબતકની મુલાકાતે આવેલા કોંગી અગ્રણી મિતુલભાઈ દોંગા, અતુલભાઈ રાજાણી, ડી.પી.જાડેજા, જેન્તીભાઈ બુટાણી, રાજુભાઈ આમરણીયા, યુનુસભાઈ જુણેજા, યતીનભાઈ વાઘેલા અને મેઘજીભાઈ રાઠોડે જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘જો ડરતે હૈ ઉસે ડરાવોની નીતિ’ હંમેશા ભાજપની રહી છે. વેપાર-ઉધોગ સાથે સંકળાયેલ લોકો કે જેમની વગ તેમના સમજમાં હોય તેમને વ્યકિતગત હેરાનગતિ સરકારી મશીનરીનો ઉપયોગ કરી ડરાવી દેવાની ભાજપની નીતિના ભાગરૂપે સુરત બાદ તાજેતરમાં રાજકોટના હેમુગઢવી મીની હોલમાં લેવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો તેવા વેપાર-ઉધોગોના લોકોને દબાણ પૂર્વક ભાજપે રૂપાલા પાસે મીટીંગ કરાવી ધમકાવ્યા. શાહ, રૂપાણીની જો હુકમી એટલી હદ સુધી પહોંચી છે કે રૂપાલાજીની અનઈચ્છા થતા તેમની રાજકિય કારકિર્દીનો ડર દેખાડી ફરીયાત પાટીદારને દબડાવી અને ભાજપ તરફી જાહેરાત આપવા મજબુર કર્યા. રૂપાલાજીએ મીટીંગમાં કહ્યું હતું. સુરતવાળા પાટીદાર જાહેરાત આપવાના છે તેવી રીતે તમે પણ આપો શું જાહેરાત આપવી તેનું ફોર્મેટ પણ તમને આપવામાં આવશે.  તે પ્રમાણ કરવા જણાવ્યું શું લોકશાહી પર આ ખતરો નથી ? શું આવી ભાજપની નીતિ ચલાવાઈ, શું પોતાના સોદા માટે દબાતા રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનોની સલાહ મુજબ કરવાનું લાલચુ લોકોની ફોજને કારણે આ દેશમાં સદીઓ સુધી અંગ્રેજો સહિતના પરદેશી લોકો રાજ કર્યું અને તે સર્વ સમાજની વૃતિ પારખી ગયેલ ભાજપ તે હથિયારનો ઉપયોગ કરી આર.એસ.એસ.ની મનુવાદી વ્યવસ્થા અને તેની સામે કોઈ ઉંચો અવાજ ન કરી શકે તેવું આયોજન કરી લોકશાહી પર મોટું જોખમ ઉભું કરી રહી હોય ત્યારે ન ફકત પાટીદાર પરંતુ દરેક સમાજને આવા જુદા-જુદા દબાણ નીચે લોકશાહી પર ખતરો ભાજપ ઉભો કરી રહી છે ત્યારે સમય છે હજી પણ લાલચથી ઉપર ઉઠી દરેક સમાજના કોઈ પણ પક્ષના રાજકીય આગેવાનો હિંમત દાખવાનો સમય છે. ચાલો જાગો, લાલચથી ઉપર ઉઠી નુકસાન ભોગવી, હિંમત દાખવી, જે મન ન માનતું હોય તે ન કરી લોકશાહીના હિતમાં સમાજ આગેવાનો વર્તે તે આજના જનરલ ડાયરના દબાણ સામે જરૂરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.