Abtak Media Google News
કોંગ્રેસના સભ્યોને આમંત્રણ નહીં તેમજ ચૂંટણી સમયે પાંચ વર્ષનો ફીકસ વેતન ઓર્ડર ન આપતા સુભાષ પોપટનો આક્રોશ

ખંભાળિયા નગરપાલિકાની ઓફિસમાં ઓછા લોકો કાયમી છે. છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓ લેબર કોર્ટમાં કાયમી થવા માટે ન્યાય માટે લડત ચાલુ કરી ત્યારબાદ આમ મજુર અદાલતમાં આ કર્મચારીઓની જીત થઈ છતાં આ કર્મચારીઓનો પ્રશ્ર્ન હલ થયો નથી. ત્યારબાદ ૨૭ કર્મચારીઓએ અમદાવાદ હાઈકોર્ટમાં ખંભાળિયા નગરપાલિકા સામે ન્યાય માંગવા લડત ચાલુ કરી છે. પણ હજુ સુધી આ કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે કે મુળ વાત ઉપર ૩૫ સફાઈ કર્મચારીઓને ભુતકાળમાં કાયમી થવા માટે ઉપવાસ આંદોલન કરેલ ત્યારે ખંભાળિયા નગરપાલિકા ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો તેમજ શહેરના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્ય તેમજ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા સહિતના આગેવાનો આ સફાઈ કામદારોને તેમના ગંભીર પ્રશ્ર્નોને તન-મન-ધનથી ટેકો આપેલ હતો. આ પ્રશ્ર્નોનો સુખદ અંત લાવવા માટે સરકારમાં રજૂઆત કરી છે. તે અનુસંધાને ખંભાળિયા નગરપાલિકાના ૩૫ કર્મચારીને કાયમી કરવા માટેનું ખંભાળીયા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઈન્ટરવ્યુ લેવાનું એક નાટક ભજવાઈ ગયું. આ નાટકની ખંભાલીયા નગરપાલિકાના જાણકાર વર્તુળમાંથી આ ચર્ચા થવા લાગી હતી.

સફાઈ કામદારોના ઈન્ટરવ્યુ લેવાના ન હોય અત્યાર સુધી ગુજરાતની કોઈપણ નગરપાલિકાના શું ઈન્ટરવ્યું લીધેલ છે. ઈન્ટરવ્યુ લેવાના ધમપછાડા કર્યા બાદ આ પણ કર્મચારીઓને માત્રને માત્ર પાંચ વર્ષ ફીકસ ટાઈમ ફીકસ પગારદાર તરીકે એવો લેખીત ઓર્ડર આજે બીજા શ્રાવણીયા સોમવારે બપોરે ૧૨:૩૦ કલાકે લેખીત ઓર્ડર આપવા લીંબડજશ હોય. ભાજપવાળાઓએ આગામી ધારાસભા ચૂંટણીની નજર આવું નાટક ભજવ્યું હતું. સુભાષ પોપટે જાહેર અખબારી નિવેદનમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.