Abtak Media Google News

રાજ્યના અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરાયો છે. જેના પગલે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને નવો અભ્યાસક્રમ ભણવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી રાજ્યના શિક્ષણમંત્રીએ શિક્ષણ બોર્ડને સૂચના આપતા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ખાસ પરીક્ષા બોર્ડ દ્વારા ૨૩ ઓક્ટોબરથી ૩ નવેમ્બર દરમિયાન લેવાનો નિર્ણય લીધો છે. બોર્ડ દ્વારા આ ખાસ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેતા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૪ જેટલા વિષયોના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરાયો છે. સામાન્ય પ્રવાહમાં અભ્યાસક્રમ બદલાતા જે વિદ્યાર્થીઓ માર્ચ-૨૦૧૭માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયા હોય તેમને માર્ચ-૨૦૧૮ની પરીક્ષામાં નવા અભ્યાસક્રમના આધારે તૈયારી કરી પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થતા વાલીઓએ આ મુદ્દે શિક્ષણ વિભાગનું ધ્યાન દોર્યું હતું. રાજ્યના શિક્ષણમંત્રીને ધ્યાને આ મુદ્દો આવતા તેમણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે શિક્ષણ બોર્ડને સૂચના આપી હતી. દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષય કરતા વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની તક મળી રહે તે માટે ખાસ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબર-૨૦૧૭માં દિવાળી વેકેશન દરમિયાન ખાસ પરીક્ષા લેવાનું તે વખતે નક્કી કરાયું હતું. બોર્ડના આ નિર્ણયના પગલે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના અંદાજે અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૪ જેટલા વિષયો આવેલા છે, જેમાંથી ૨૪ જેટલા મહત્વના વિષયોના અભ્યાસક્રમમાં ફેરફાર કરાયો છે જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની તક આપવામાં ન આવે તો તેમને નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવી પડે તેમ હોઈ તેમના માટે ખાસ પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. દરમિયાન બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા ૨૩ ઓક્ટોબરથી ૩ નવેમ્બર દરમિયાન લેવાનું નક્કી કર્યુ છે. આ માટે બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.આ પરીક્ષા માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ ૫ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ દરમિયાન બોર્ડની વેબસાઈટ પર શાળાઓ મારફતે ભરવાના રહેશે. આમ, આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પુર્ણ થયા બાદ બોર્ડ દ્વાર પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.