Abtak Media Google News

ધ્રાંગધ્રા પંથકમા ખુલ્લેઆમ અને ગેરકાયદેસર  ખનન ચાલતા વિસ્તારની યાદી

() ઘનશ્યામગઢ ગામની સીમ:- સફેદમાટીનુ ખનન

() હીરાપુર ગામનો ડેમ:- સફેદ માટીનુ ખનન

() મોટામાલવણ ગામની નદી:- રેતીનુ ખનન

() નારીચાણા ગામની સીમ:- સફેદમાટીનુ ખનન, રેતીવોશના  પ્લાન્ટ.

ધ્રાગધ્રા પંથકમા છેલ્લા એકાદ વષઁથી ગેરકાયદેસર ખનનનો ધંધો બંધ હતો જેથી હવે તંત્રના અધિકારીઓ પાસેથી લીલીઝંડી મળતાની સાથે જ ભુમાફીયાઓ એક વષઁથી બંધ રાખેલા ગેરકાયદેસર ખનનની ખોટ ટુંકાગાળામા જ પુરી કરવા માંગે છે ધ્રાગધ્રા પંથકના ઘનશ્યામગઢ, હિરાપુર, નારીચાણા, મોટીમાલવણ સહિતના ગામોમા સફેદમાટી અને રેતીનુ ખુબજ મોટા પ્રમાણમા ખનન થઇ રહ્યુ છે અહી ખનન કરનારા ભુમાફીયાઓ તંત્રના અધિકારીઓને પણ જવાબ આપે તેમ નથી.

માથાભારે ભુમાફીયાઓ સ્થાનિક લોકોને એટલા હદે પરેશાન કરે છે કે કોઇપણ સ્થાનિક અથવા સરપંચ પોતાના ગામના સીમ વિસ્તારમા ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ વિરુધ્ધ જરા પણ ઉચો અવાજ કરે કે તુરંત જ તેનો અવાજ યેન-કેન પ્રકારે દબાવી દેવામા આવે છે ભુમાફીયા એટલા હદે વણસી ગયા છે કે સ્થાનિક સરપંચોની સાથે પણ બબાલ ઉભી કરવામા ઉતરી જાય છે. હિરાપુર તથા ઘનશ્યામગઢ ગામે ચાલતી ગેરકાયદેસર સફેદમાટીનુ ખનન રોકાવાનુ નામ નથી લેતુ ગામે-ગામના ભુમાફીયાઓ ઘનશ્યામગઢની સીમમા આવેલા ગૌચરને ખોદીને ઉંડી ખીણ જેવો વિસ્તાર બનાવી ચુક્યા છે છતા પણ હજુ જમીનમા રહેલી સફેદ સોના જેટલી કિમતી માટીને બ્લાસ્ટીંગ કરીને પથ્થર હટાવ્યા બાદ માટી બહાર કાઢે છે.

સફેદમાટીનુ નેટવઁક એટલી હદે મોટુ છે કે પહેલા માત્ર ઘનશ્યામગઢ ખાતે જ સફેદમાટીનુ ગેરકાયદેસર ખનન થતુ હતુ જ્યારે મિડીયાકમીઁઓ દ્વારા વારંવાર ગેરકાયદેસર સફેદમાટીના ખનનનો અહેવાલ પ્રસીધ્ધ કરી અહી તમામ હકીકત ખુલી કરતા તંત્રના અધિકારીઓ દ્વારા બાદમા અહિ દરોડા કરતા હવે ભુમાફીયાઓ હીરાપુર ગામે વળ્યા છે જ્યા છેલ્લા ચારેક મહિનાથી સફેદમાટીનુ જોર-શોરથી ખનન ચાલુ છે થાનગઢ ગામના ભુમાફીયા દ્વારા ચલાવવામા આવતા હીરાપુર ગામે ડેમ વિસ્તારમા ચાલતા સફેદમાટીના ખનનને રોકવા લોકોએ અથાગ પ્રયત્નો કયાઁ પરંતુ ભુમાફીયા દ્વારા કોઇને કોઇ રીતે અધિકારીઓ સાથે સારા સબંધના લીધે હજુ સુધી આ ગેરકાયદેસર ખનન બંધ નથી થયુ.

ધ્રાગધ્રા પંથકમા અન્ય વિસ્તારોમાથી નિકળતી સફેદ માટી કરતા વધુ માંગ ઘનશ્યામગઢ ગામે નિકળતી સફેદ માટીની હોય છે જેથી હાલ ઘનશ્યામગઢ ગામે ત્રણ જેટલા હિટાચી મશીનથી સફેદમાટીનુ ખનન દિવસ-રાત ચાલુ રખાય છે. ખાણ-ખનિજના અધિકારીઓ આ તમામ મામલે અજાણ છે ? એવુ પણ નથી કારણ કે ઘનશ્યામગઢમા ચાલતા હિટાચી મશીન હાલમા જ સીલ થયા હતા.

જે ભુમાફીયાઓના મશીનો સીલ થયા હજુ તેઓ જ પોતાનો ધંધો એ જ રીતે ચલાવી રહ્યા છે. તંત્રના અધિકારીઓ આ ભુમફીયાઓને ખુબજ સારી રીતે ઓળખે છે છતા પણ અધિકારીઓ શા માટે આ ખનીજચોરો પર કાયઁવાહી નથી કરતા ? તે માત્ર અધિકારીઓ જ કહી શકે તેમ છે. ત્યારે હવે જોવાનુ રહે છે કે ક્યારે તંત્રની ઉંઘ ઉડશે ? અને ક્યારે આ તમામ ખનન માફીયાઓ પર ખરેખર કાયદેસર રીતે કાયઁવાહી થશે ?

ઘનશ્યામગઢ તથા હિરાપુર ગામ ખાતે ચાલતા ગેરકાયદેસર ખનનની મોડસ ઓપરેન્ડી

ધ્રાગધ્રા તાલુકાના ઘનશ્યામગઢ તથા હીરાપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનનમા છેક તંત્રના ઉપરી અધીકારી સુધીની ઓળખાણ ભુમાફીયાઓને સારી રીતે હોય છે. પરંતુ અન્ય કોઇના આંખે ન ચડવા માટે દિવસ દરમિયાન હિટાચી મશીનથી સફેદમાટી ખોદવામા આવે છે અને સાંજ થતા જ ડમ્ફરમા સફેદમાટી ભરીને મોરબી તરફ રવાના કરાય છે.

ઘનશ્યામગઢ તથા હીરાપુર ગામે દરરોજ લાખોની ખનીજ ચોરી

ધનશ્યામગઢ હોય કે હીરાપુર ગામ હોય મોરબી ખાતે સફેદમાટી પહોચાડવાના મહાનેટવઁકમા દરરોજ લાખ્ખો રુપિયાનુ ખનન થાય છે જેમા મફતમા જમીન ખોદીને કાઢેલી સફેદમાટીનો ભાવ એક ટનના ૩૫૦થી ૪૫૦ લેવામા આવે છે જે એક ડમ્ફરમા ૪૦ટન માટી ભરીને મોરબી મોકલાય છે આવા દરરોજના ૩૦થી ૪૦ ડમ્ફરો ધ્રાગધ્રા પંથકમાથી ભરાઇને મોરબી તરફ રવાના થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.