Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં યાત્રાધામના વિકાસ માટે સરકારે કમર કસી છે ત્યારે દ્વારકામાં ધર્મની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રના વિકાસના નવા દ્વાર ખોલીને દ્વારકાને કૃષ્ણ ની નગરી ની સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓ મન મૂકીને રજા અને આનંદ માણી શકે તે માટે તમામ પ્રકારની પર્યટન સવલતો ઉભી કરવા ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દ્વારકાની વિકાસ યાત્રાને હવે પગ નહીં પણ પાંખો લાગી હોય તે સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે .

માધવ પાર્ક, ટેન્ટ સિટી નિર્માણ તેમજ સાંસ્કૃતિક સ્થળો વિકસાવાશે: ભાવિકો ધર્મ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અનૂભવ કરશે

સ્વદેશ દર્શન યોજના 2.0માં ગુજરાતમાં દ્વારકા અને ધોળાવીરાનો સમાવેશ કરાયો છે. જેના ભાગરૂપે દ્વારકાનો પ્રારંભિક માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. જેમાં દ્વારકા નગરની સાથે બેટ દ્વારકા સહિત જિલ્લાનાં મહત્ત્વપૂર્ણ સ્થળો પર માળખાગત સુવિધાનાં કામ કરાશે. દ્વારકાના માસ્ટર પ્લાનમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય પાસાને ધ્યાનમાં રખાયાં છે.દ્વારકા સી-ફ્રન્ટ ડેવલપમેન્ટ અને નગરમાં સાંસ્કૃતિક અનેઈકો-ટુરિઝમ પ્રવૃત્તિઓના વિકાસના ભાગરૂપે વિવિધ

કામો કરાશે. જેમાં સનસેટ પોઈન્ટ, સરોજ, પદ્મિની અને રાવલા તળાવનો વિકાસ કરાશે. મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને કિનારા અને આસપાસની ઇકોસિસ્ટમને થતાં કોઈપણ નુકસાનને રોકવા માટે કિનારાની સુરક્ષાનાં પગલાં ભરાશે. અહીં એક વ્યૂઇંગ ડેક્સનું નિર્માણ કરાશે. સાથે સી-ફ્રન્ટ રોડની દરખાસ્ત કરાઇ છે, જેના પર ઇલેક્ટ્રિક વાહનો અને શટલ સાથે સંકલિતહશે. હોટેલ્સ અને ઈકો રિસોર્ટ્સને વેચાણ માટેના પ્લોટ્સ ફાળવવામાં આવશે. અહીં ટેન્ટ સિટીનું નિર્માણ પણ કરાશે.દ્વારકા-બેટ દ્વારકા વચ્ચેના રોડને વિકસાવાશે તેમજ આગમનની સુવિધામાં વધારો દ્વારકા-નાગેશ્વર જ્યોતિર્લિંગ-ગોપી તળાવ સહિતનાં સ્થળો પર વિકાસ કરવામાં આવશે.

યાત્રિકો દ્વારકા સહિતનાં સ્થળોમાં પ્રવેશ કરશે તો તેને આધ્યામિક અને પ્રાકૃતિક વાતાવરણનો અહેસાસ થશે તેવી રીતે પ્લાનિંગ કરવામાં આવશે. દ્વારકામાં તો આકર્ષક પ્રવેશદ્વારની જોગવાઇ છે. માર્ગો પર યાત્રિકોની સુવિધાઓમાં આરામખંડ, નાસ્તાના સ્ટોલ પર યાત્રિકોની સુવિધાઓમાં આરામખંડ,  બેઠક વિસ્તારો બનાવાશે.દ્વારકામાં મુલાકાતીઓની વધતી જતી સંખ્યા અને તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી કરવા માટે હાલની સુવિધાઓને અપગ્રેડ કરી ઇલેક્ટ્રિક વાહનોનો વધારે ઉપયોગ કરાશે. બાળકો માટે પ્લે એરિયા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સુવિધા સાથે સમર્પિત બગીચો બનશે. બોટિંગ અને ફેરી સેવાઓની પણ જોગવાઇ કરાઇ છે. તળાવોનો વિકાસ કરાશે. આસપાસ મનોરંજક પ્રવૃત્તિઓ ઉમેરાશે.

બોટિંગ, વોટર સ્પોર્ટ્સ, વોકિંગ-સાઇક્લિંગ ટ્રેક બનશે.બેટ દ્વારકા ખાતે દરિયાઈ અને વેટલેન્ડ્સ સેન્ટરની સ્થાપના પર્યાવરણીય સંરક્ષણ, સાંસ્કૃતિક અનુભવો અને મનોરંજક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું એક પાર્ક બનાવવાની જોગવાઇ કરાઇ છે. જેમાં આ પ્રદેશની સ્થાનિક ઇકોસિસ્ટમ, વન્યજીવન અને સાંસ્કૃતિક વારસો વિશે મુલાકાતીઓને શિક્ષિત કરવા કેન્દ્રની સ્થાપના કરાશે, હાલના વેટલેન્ડ્સનું પુનરુત્થાન કરાશે. પક્ષીઓને નિહાળવા સુવિધા ઊભી કરાશે.માધવ લીલા પાર્ક, કૃષ્ણ વન અને વૈદિક સેન્ટર બનશે માધવ લીલા પાર્કના નિર્માણ દ્વારા આધ્યાત્મિક શુદ્ધીકરણની સુવિધા ઊભી કરવાની યોજના છે. મંદિરમાં આરતી અને તુલાભાર પરંપરાઓ અને બેટ દ્વારકામાં ધ્યાન કેન્દ્રનો વિકાસ કરાશે. કૃષ્ણ વનમાં કૃષ્ણના જીવન સાથે સંકળાયેલા છોડ અને ફૂલોનું વાવેતર કરાશે.

હેરિટેજ સ્ટ્રક્ચર્સને સાચવી મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવવા માટે બેઠક વિસ્તારો, માહિતી કિઓસ્ક અને વિષયોનું સંકેત જેવાં તત્ત્વોનો સમાવેશ કરાશે. સાથે ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતો એક સારો રોડ બનાવાશે.ગાય આધારિત પર્યટન- ગૌશાળા અને પંચામૃત કેન્દ્રની સ્થાપના મુલાકાતીઓને સ્વદેશી દૂધ ઉત્પાદનો અને સંશોધનની માહિતી અપાશે. ગીર ગાયોનાં અદ્યતન ફાર્મ અને સ્વદેશી દૂધ ઉત્પાદન સંશોધન કેન્દ્રની સ્થાપના કરાશે. ગૌશાળા બનશે જેમાં ગીર ગાયો રખાશે.

સ્થાનિક કલાઓને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક કેન્દ્ર, પ્રદર્શન ગેલેરી, વિવિધલક્ષી હોલ અને ઓપન-એર થિયેટર જેવાં પ્રદર્શન કેન્દ્ર ઉમેરાશે. ભારતીય પ્રવાસન વિકાસ નિગમ દ્વારા સંચલિત રેસ્ટોરન્ટ અને કાફેટેરિયાની કલ્પના છે. સ્થાનિક કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને આજીવિકા આપવા દુકાનો બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.