Abtak Media Google News

ડોકટર વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં નિષ્ણાંતો આપશે માર્ગદર્શન: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહેશે

ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ પેરા મેડીકલ ક્ધસોટીયમ એન્ડ એશો.ના ઉપક્રમે ૧૪ એપ્રિલ ૨૦૧૭ ને શુક્રવારના રોજ ડો વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અબતકની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.  ભાવિ ડોકટરો માટે યોજાનારી આ એક દિવસીય કોન્ફરન્સનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીમાં આવેલ એનએફડીડી હોલ ખાતે રાખવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૮ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધીનો રહેશે. કોન્ફરન્સમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીચર્સ એન્ડ હોસ્પિટલ રાજકોટ એચ.એન. શુકલ હોમિયોપેથી કોલેજ રાજકોટ, વી.એમ.મહેતા આયુર્વેદ કોલેજ તથા ઇવા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડીના વિઘાર્થીઓ સામેલ થશે.

કાર્યક્રમની શ‚આત સુપ્રસિઘ્ધ કોલમીસ્ટ તથા કટાર લેખક જય વસાવડા જય હો વિષય પર ઉદબોધન કરશે. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે એચ.એન. શુકલા તથા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ કોલેજના ટ્રસ્ટી ડો. મેહુલભાઇ ‚પાણી હાજરી આપશે.

બાદમાં સવારે ૧૦.૧૫ થી ૧૨.૩૦ વાગ્યા દરમીયાન બુકલેટ વિષય પર ખ્યાતનામ વકતાશ્રી અમૃતભાઇ દેશમુખ પ્રવચન આપશે જેમાં મુખ્ય અતિથિ તરીકે ગાર્ડી વિઘાપીઠના ટ્રસ્ટી શ્રી ડી.વી. મહેતા હાજરી આપશે. લંચ બ્રેક બાદ બપોરના ર વાગ્યાથી ૩.૩૦ વાગ્યા દરીમયાન જીંદગીમાં હકારાત્મકતાને વિકસાવવા માટે સુપ્રસિઘ્ધ ચિંતન હિતેશભાઇ શુકલ, લીડ વીથ લવ, ગ્રો વિથ પેશન, વિષય પર ઉદબોધન કરશે જેમાં મુખ્ય અતિથી તરીકે ઇવા કોલેજ ઓફ આયુર્વેદના ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન પટેલ તથા સંજયભાઇ વાઘર કેમ્પસ ડીરેકટર અને મેનેજીગ ટ્રસ્ટી એચ.એન. શુકલ હોમિયોપેથી કોલેજ હાજરી આપશે.

કોન્ફરન્સના સમાપન પ્રસંગે યુનિવસીટીૃના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ તથા ગુજરાત આયુર્વેદ યુનિવસીર્ટીના કુલપતિ વૈદ સંજીવભાઇ ઓઝા ઉ૫સ્થિત રહેશે. તેમજ ભાવી ડોકટરોને માર્ગદર્શન આપશે. કોન્ફરન્સનો લાભ લેવા માટે ભાવી ડોકટરોને ડો. મેહુલભાઇ ‚પાણી તથા ડી.વી. મહેતાએ આમંત્રણ આપ્યું છે.

ડો. વાઇબ્રન્ટ કોન્ફરન્સને સફળતા અપાવવા માટે ઇન્ડિયન ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટના પ્રથમ વર્ષના વિઘાર્થીઓ ઇશાની દોશી, મહીમા પટેલ, પરી પુજારા, જયના ઉપાઘ્યાય, આમીર મીતેશ, પિયુષ કિશન વગેરેએ જહેમત ઉઠાવી છે.

આ ઉપરાંત ઇન્ડિયન ઓફ આયુર્વેદ રીચર્સ એન્ડ હોસ્પિટલના પ્રિન્સીપાલ ડો. બીનાબેન શુકલ, ડો. ભરત નાગોથા, ડો. મૈત્રેય, ડો. રાજલક્ષ્મી,ડો. મીલન સોલંકી, ડો. હિમાશુ જોષી, પ્રો. પાર્થ શાહે જહેમત ઉઠાવીને ડો. વાઇબ્રન્ડ કોન્ફરન્સને સાકાર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.