Abtak Media Google News

૨૩૮ પથારીની સુપર સ્પેશાયાલીસ્ટ: ૫૦૦ પથારી મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ હોસ્પીટલ

પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ અગાઉ જનરલ હોસ્પિટલ રાજકોટ તરીકે અસ્તીત્વમાં હતી અને રાજકોટ ખાતે અન્ય ત્રણ હોસ્પિટલો જેવી કે (૧) રસુલખાનજી ઝનાના હોસ્પિટલ, (૨) જી.ટી.શેઠ આંખની હોસ્પિટલ, (૩) કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ હતી.

૧૯૯૫માં રાજકોટ ખાતે સરકારી મેડીકલ કોલેજ અસ્તીત્વમાં આવતાં જનરલ હોસ્પિટલ રાજકોટ ખાતે ઉપરોકત ત્રણે હોસ્પિટલને સંલગ્ન કરીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ રાજકોટનું નામકરણ કરવામાં આવેલ છે.

હાલમાં પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ  ખાતે ૮૫૦ પથારી છે. રોજની ઓ.પી.ડી. ૨૫૦૦થી ૨૮૦૦ પેશન્ટ ની છે. અંદર દાખલ થતાં દરરોજ ૨૮૦ થી ૩૦૦ દર્દીઓ, દરરોજ મેજર ઓપરેશન ૪૦ અને માઇનોર ઓપરેશન દરરોજ ૫૦ થી ૭૦ થાય છે. દરરોજની ડીલીવરી ૩૦ થાય છે.

આ હોસ્પિટલ, રાજકોટ સંલગ્ન મેડીકલ કોલેજ ખાતે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો (ફૂલ ટાઇમ, પાર્ટ ટાઇમ/સી.એમ.સેતુ) અંતર્ગત ૧૫, પ્રોફેસરો ૨૮, એસોસીએટ પ્રોફેસરો ૭૫, આસીસ્ટન્ટ પ્રોફેસરો ૧૦૮, ટયુટર ૫૦  અને મેડીકલ ઓફીસર ૩૫, પેરા મેડીકલ અને વહીવટી સ્ટાફ ૬૭૧ છે.

આ હોસ્પિટલ ખાતે સહયોગ ઇમેજીંગ સેન્ટર સાથે  M.O.U  કરીને એમ.આર.આઇ. અને સી.ટી.સ્કેનની સેવાઓ બી.પી.એલ. તેમજ ગરીબ દર્દી માટે મફતમાં ઉપલબ્ધ કરાવેલ છે. હોસ્પિટલ ખાતે દાખલ થતાં દર્દીઓને જે લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ ન હતી. અને દર્દીઓને બહાર કરાવવા જવું પડતું.  જેથી SRL ડાયગ્નોસ્ટીક સેન્ટર સાથે એમ.ઓ.યુ. કરીને બહાર કરતાં મામુલી કિંમતે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અને બી.પી.એલ. ગરીબ દર્દીઓને આ સેવાઓ મફતમાં કરાવવામાં આવે છે.

આ હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકારના સ્પેશ્યાલીસ્ટ જેવા કે ન્યુરો સર્જન, પીડીયાટ્રીક સર્જન, નેફોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, કાર્ડીયોલોજીસ્ટ ઉપલબ્ધ ન હતા જે માટે સી.એમ.સેતુ અંતર્ગત પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ સેવાઓ લેવામાં આવે છે અને વિશાળ દર્દીઓને લાભ મેળવે છે.

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ હોસ્પિટલ શરૂ થયેલ છે. જેમાં ઓપરેશનની સુવિધા હાલ ચાલુ નથી થઇ ત્યાં સુધી કેન્સરના દર્દીઓને ઓપરેશન સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવા માટે ઓપરેશનની અલગ સુવિધાઓ ઉભી કરેલ છે.

Blessings-For-The-Poor-Class-Equal-Civil-New-Wagons-Are-Adorned
blessings-for-the-poor-class-equal-civil-new-wagons-are-adblessings-for-the-poor-class-equal-civil-new-wagons-are-adornedorned

હાલ આ હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત ૨૩૮ પથારીની સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનું રૂા. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ કરેલ છે. જે બિલ્ડીંગ ખાતે અદ્યતન સાધનો ઉપલબ્ધ થયેલ છે. અને સુપર સ્પેશ્યાલીટી સેવાઓ માટે મહેકમનું બજેટમાં મંજુર થઇ ગયેલ છે.

હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત થશે અને જેનો લાભ રાજકોટ અને તેના આસપાસના વિસ્તારના દર્દીઓ લેશે તેમજ રાજકોટ ખાતેની રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્ચ કરીને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અને હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોઇ તેવી દવાઓ દર્દીઓ માટે ખરીદી કરીને આપવામાં આવે છે.

પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે  રસુલખાનજી ઝનાના હોસ્પિટલ, રાજકોટને પાડીને સરકારે મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ બ્લોક રસુલખાનજી ઝનાના હોસ્પિટલ માટે રૂા. ૧૦૦ કરોડના ખર્ચે ૫૦૦ પથારીની અદ્યતન રસુલખાનજી ઝનાના હોસ્પિટલ બનાવવા માટેનું બીલ્ડીંગનું કામ શરૂ કરેલ છે.

આ હોસ્પિટલ, રાજકોટ ખાતે ઇમરજન્સી વિભાગમાં પ્રથમ માળે, Labour Room and Maternity Operation Theatre  નેશનલ લેવલનું LaQshya સર્ટીફીકેટ સંસ્થાને મળેલ છે.

આ હોસ્પિટલ, રાજકોટ ખાતે Midwifery LED  care unit શરૂ કરવામાં આવેલ છે. તેમાં ટ્રેનીંગ લીધેલ નર્સિંગ સ્ટાફ દ્વારા ડીલીવરી કરાવવામાં આવે છે.

પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે   સગર્ભા માતા અને બાળકો માટે ૧૦૦૦ દિવસ બહુ જ મહત્વના હોય છે. સગર્ભા માતા માટે ૨૭૦ દિવસ તેમજ નવજાત શિશુ માટે ૩૬૫+૩૬૫ દિવસ મહત્વના હોઇ છે. તેમની કેવી રીતે સાર-સંભાળ અને કેવી રીતે કાળજી લેવી તેમની સંપૂર્ણ માહીતી નિષ્ણાંત ડોકટરો અને તાલીમ લીધેલ નર્સીંગ સ્ટાફ દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવે છે. તદઉપરાંત ઓ.પી.ડી.માં સગર્ભા માતાઓને તપાસ, લેબોરેટરી, દવાઓ એક જ જગ્યાએથી મળી રહે તેવી સુવિધા આપવામાં આવે છે. નવજાત શિશુ માટે જગઈઞ, પીડીયાટ્રીક વોર્ડ, લેબર રૂમ, Maternity Operation Theatre First 1000 Days અંતર્ગત કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ First 1000 Days પ્રોગ્રામ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે શરૂ કરવામાં આવેલ છે. તેમજ તેમનું State Level નું સર્ટીફીકેટ અત્રેની સંસ્થાને મળેલ છે.

ગુજરાત રાજયમાં ફકત ત્રણ હોસ્પિટલ,  અમદાવાદ, ગાંધીનર અને રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ  ખાતે થતી કોકલીયર ઇમ્પ્લાન્ટની સર્જરી જે જન્મજાત બહેરાશ માટે કરવામાં આવે છે તે સારવાર આ  હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. ૮૫ જેટલા ઓપરેશનો કરવામાં આવેલ છે. એચ.ડી.એફ.સી. બેંક દ્વારા રૂા. ૨૨ લાખની બ્લડ ડોનેશન વાન હોસ્પિટલને દાન કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.