Abtak Media Google News

માણસો અંધશ્રદ્ધામાં આવીને ઘણી વખત વ્યક્તિ ન કરવાની વસ્તુ કરે છે.હાલ આવો જ એક ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે.જે ચર્ચાનો વિષય બન્યો છે. એક યુવતીએ માતાજીની ભક્તિ અને અતૂટ આસ્થાને કારણે પોતાની જીભ કાપીને મંદિરમાં ચઢાવી દીધી. ઘટના સીધી જિલ્લાના બડાગાંવ ગ્રામ પંચાયતની છે. જ્યાં અંધ ભક્તિમાં 21 વર્ષની એક યુવતીએ મંદિરમાં પોતાની જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી. હજુ સુધી તે વાતનો ખ્યાલ નથી આવ્યો કે યુવતીએ આવું કેમ કર્યું? ગ્રામીણોનું કહેવું છે કે યુવતી દરરોજ દેવીના આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા આવતી હતી, ત્યારે બની શકે છે કે દેવીને ખુશ કરવા માટે તેને આવું પગલું ભર્યું હશે. પોતાની જીભ માતાજીના ચરણોમાં અર્પિત કરીને યુવતી ચૂંદડી ઓઢીને માતાજીના ચરણોમાં જ સૂઈ ગઈ. આ ઘટના પછી મંદિરમાં મહિલાઓ ભેગી થઈ ગઈ અને ગીત ગાવાનું શરૂ કરી દીધું.

ગ્રામીણોએ જણાવ્યું કે બઘૌડી નિવાસી રાજકુમારી નામની યુવતી પોતાની માતા સાથે બડાગાંવના પ્રસિદ્ધ હનુમાન મંદિરની બાજુમાં આવેલા માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરવા આવી હતી. આ દરમિયાન તેને પોતાની જીભ કાપીને બારીની બહારથી માતાજીના ચરણોમાં ફેંકી દીધી. જે બાદ યુવતીની માએ આજુબાજુના લોકોને જણાવ્યું અને તેમને પોલીસને જાણ કરી. ઘટના પછી ત્યાં ગ્રામીણોની ભારે ભીડ થઈ ગઈ હતી.

ગ્રામીણોના મત મુજબ આ આસ્થા સાથે જોડાયેલો વિષય છે. ગ્રામીણોએ જણાવ્યું કે યુવતી માતાજીના દરબારમાં પૂજા-અર્ચના કરવા આવતી હતી. ગુરુવારે તેને પૂજા-અર્ચના કર્યા તે દરમિયાન જ તેને પોતાની જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી. આ તેની માતાજી પ્રત્યેની આસ્થા જ છે.

આ બનાવની જાણ થતા જ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના ડોકટર સ્વતંત્ર પટેદ દેવી મંદિરની પાસે પહોંચ્યા અને યુવતીના સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યું. તેમને જણાવ્યું કે કોઈ પણ પ્રકારના ખતરાની વાત નથી. યુવતી થોડાં દિવસમાં સ્વસ્થ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.