Abtak Media Google News

એસઓજી સ્ટાફે બોલેરે અને ગાંજો મળી રૂા.4.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો

કોરિયા સોલવન્ટ પાસે આવેલી શિવમ સોસાયટીમાંથી રૂા.80 હજારની કિંમતના આઠ કિલો ગાંજા સાથે એસઓજી સ્ટાફે એક શખ્સને ઝડપી તેનો રૂા.4 લાખની કિંમતનો બોલેરો કબ્જે કર્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિવમ સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે ચકો હીરાભાઇ સુરેજા નામનો કોળી શખ્સ પોતાના જી.જે.13એડબલ્યુ. 2864 નંબરના બોલેરોમાં ગાંજો લાવ્યાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ મોહિતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને હિતેશ પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડી શિવમ સોસાયટીમાંથી રૂા.80 હજારની કિંમતના આઠ કિલો ગાંજા સાથે ભાવેશ ઉર્ફે ચકો સુરેલાની ધરપકડ કરી છે.

ભાવેશ ઉર્ફે ચકા સુરેલા પાસેથી પોલીસે રૂા.80 હજારની કિંમતનો આઠ કિલો ગાંજો અને રૂા.4 લાખની બોલેરો મળી રૂા.4.80 લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. ભાવેશ ઉર્ફે ચકો આ પહેલાં શાપરક ખાતે પમ ગાંજા સાથે ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.