Abtak Media Google News

રાજકોટનાં આંગણે ગુજરાતમાં પ્રથમ વખત મ્યુનિ. કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર યુનિ. ના સંયુકત ઉપક્રમે બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૪૮ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં ૧૪૩ સ્ટોર પ્રકાશનોના રાખવામાં આવ્યા છે. જયારે ત્રણ સ્ટોલ કોર્પોરેશન એક યુનિવર્સિટી તથા એક અંધજન મંડળ અને મીડટર્મ રોટરી લાઇબ્રેરીનું પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે.Vlcsnap 2019 02 11 09H42M11S566 આ બુક ફેરમાં અનેક આંતરરાષ્ટ્રીય  પ્રકાશનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, ઓફસફર્ડ યુનિ. પ્રેસ, ઓરિએન્ટ બ્લેક સ્વાન પ્રાઇવેટ લીમીટેડ, પિયરોત ઇન્ડીયા એજયુકેશન સર્વિસ સપીકિંગ ટાઇગર પબ્લીકેશન સહીત અનેક વિવિધ સ્ટોલો રાખવામાં આવ્યા છે. તેમજ ચિત્રલેખા, અભિયાન, સાધના, રામકૃષ્ણ આશ્રમ, ઓશો અને આર્ટ ઓફ લીવીંગની પણ હાજરી રહી હતી. ત્યારે લીટરેચર ફેસ્ટીવલ પણ  ૪ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં શબ્દ સંવાદ, કિડસ ફેસ્ટીવલ તરવરાટ સાહિત્ય સંઘ્યા, સર્જન વર્કશોપ સહીત અનેક આયોજનો પણ કરવામાં આવ્યા છે.

વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટીવલની વિશેષતાઓ પણ રાખવામાં આવી છે. જેમાં ૧પ૦ જેટલા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રો અને સ્થાનીક પુસ્તક પ્રકાશકો અને વિક્રેતાઓની હાજરી પણ રહી હતી. તરતો સ્ટોલ જેમાં વ્યકિતએ વાંચેલું પુસ્તક સ્ટોલ ઉપર રાખી તેના બદલામાં ગમતું અન્ય પુસ્તક આપવું, એવા આશરે ૬ હજાર પુસ્તકોનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જયારે ગીફટ બુક, જેમાં વાંચેલું પુસ્તક  ગરીબ બાળકોને ગીફટમાં આપવામાં પણ આવશે. જયારે દરરોજ બે સેશનમાં બાળકોની વિવિધ ઇવેનટસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2019 02 11 09H42M44S958

બુકફેરમાં અનેક વિઘ લેખકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યા હતા. જેમાં જીજ્ઞેશભાઇ અઘ્યારુ, રોજીનાબેન અમલાણી, પ્રવિણ પ્રકાશનના મીહીરભાઇ માકડીયા, દુર્ગેશભાઇ ઓઝા સહીતના લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યાં હતા. ત્યારે આ પ્રસંગે અબતક સાથે વાતચીત કરતા જીજ્ઞેશભાઇ અઘ્યારુએ જણાવ્યું હતું કે ખુબ જ સરસ મજાને બુક ફેર અહી કરવામાં આવ્યો છે અને બુક દરમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ખાસ કરીને વિઘાર્થી અને યુવા વર્ગ અહી આવ્યો છે. જે જોઇને ખુબ જ આનંદ થાય છે કે યુવા વર્ગને વાંચવાનો હજુ ખુબ જ શોખ છે અને હું પોતે છેલ્લા અઢી વર્ષથી માઇક્રો ફિન્સન બુક પર કામ કરી રહયો છે. જેની ભાગ-૧ અને ભાગ-ર પણ આવી ગયેલ છ.ે.

અને આવનારા સમયમાં ભાગ-૩ પણ આવનાર છે. અને એ સિવાય બીજી બુક પર પણ અમે લખી રહ્યા છીએ જે ટુંક સમયમાં લોકો સુધી પહોંચાડી શું અને હું તમામ યુવા વર્ગને કહીશ કે બુકો વાંચવાથી સ્પષ્ટ લાઇફમાં સ્ટ્રેસમાંથી મુકત થઇ શકીએ છીએ જેથી બુકનું વાંચન કરવું જોઇએ.

Vlcsnap 2019 02 11 09H43M31S790

બુક ફેરમાં આવેલા રોઝાના અમલાણી એ અબતક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ ખાતે જે બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સરસ આયોજન છે. અને યંગ સ્ટરમાં અત્યારે આ બુક ફેરમાં ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને વિઘાર્થીઓ ઘણી બધી પુસ્તકો લઇ રહ્યા છે. જે ખુબ જ સારી બાબત છે. અને અહીંના બધા સ્ટોલની એક વખત લોકોએ મુલાકાત લેવા જેવી છે અને તમામ પુસ્તકો એટલા સારા છે સાથે સાથે મોટીવેશન ને લઇને અહીં અલગ અલગ સેશન ચાલી રહ્યા છે. અને હું તમામ રાજકોટ વાસીઓને અપીલ કરીશ કે તેઓ એક વખત સૌરાષ્ટ્ર બુક ફેરની એક વખત વીઝટ કરો.

બુકફેરના માધ્યમથી નવોદીત લેખકોને માધ્યમ મળ્યું: નિકીતા શાહ

Vlcsnap 2019 02 11 13H12M30S333

‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બુકફેરમાં વિવિધ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ‘જીવનનો એક લય કવિતા’ ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીવનમાં નાટક અને નાટકમાં જીવન આ પ્રકારે અભિનય ઉપર અમે એક સેશનનું આયોજન કર્યું છે. જેમાં સાહિત્યના તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત અભિનય, કાવ્યોની પ્રસ્તુતીનું પણ એક ઈવેન્ટ રાખવામાં આવ્યું હતું. આ પ્રકારની પ્રસ્તુતી ખુબજ ઓછી જગ્યાએ થતી હોય છે. અમે રાજકોટ, અમદાવાદ, ભાવનગર તથા સુરતના લેખકોને ઓથર્સ કોર્નરમાં આમંત્રીત કર્યા છે. જેનો મુખ્ય હેતુથી છે કે નવોદિત લેખકોને મંચ પૂરું પાડી શકીએ. એટલે કર્મા ફાઉન્ડેશન દ્વારા ઓથર્સ કોર્નરમાં અમને કામ કરવાનો મોકો મળ્યો છે. જેથી લેખક અને વાંચક વચ્ચેના સેતુ બનવાની તક ઝડપી છે. મને ટૂંકી વાર્તાઓ વાંચી ખૂબજ ગમે છે કારણ કે, તેમાં ખુબજ ઓછા શબ્દોમાં ઘણુ બધુ કહી જતા જ્ઞાન સ્ત્રોત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.