Abtak Media Google News

૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી

જયુબીલી વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુકિત અભિયાન, નિદાન કેમ્પ, મહિલા સશકિતકરણ સેમીનાર, તણાવમુકત શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે: સમારોહમાં ૬૦૦૦થી વધુ ભાઈઓ-બહેનો જોડાશે: યુરોપ, યુ.કે.થી બ્ર.કુ.જયંતીદીદી, સરલાદીદી ખાસ હાજરી આપશે: મહોત્સવને સફળ બનાવવા બ્રહ્માકુમારીઝ રાજકોટના અગ્રણી બહેનો અબતકના આંગણે

વિશ્વ શાંતી, સદભાવના અર્થે સેવારત સંસ્થા બ્રહ્માકુમારીઝની રાજકોટમાં ૧૯૬૯માં સ્થાપના થઈ. છેલ્લા ૫૦ વર્ષથી સૌરાષ્ટ્રમાં અનેક સેવા સંકુલો દ્વારા હજારો ભાઈઓ-બહેનો રાજયોગનો લાભ લઈ જીવનધોરણ ઉંચી બનાવી રહ્યા છે. બ્રહ્માકુમારીઝ રાજકોટને ૫૦ વર્ષ પૂર્ણ થતા નિમિતે ભવ્ય સુવર્ણજયંતિ મહોત્સવ તથા પાવનધામ મેડિટેશન સેન્ટરનું રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન થનાર છે.

સંસ્થા દ્વારા આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુકિત અભિયાન, સર્વરોગ નિદાન કેમ્પ, મહિલા સશકિતકરણ સેમીનાર, રોડ, સેફટી કાર્યક્રમ, તણાવમુકિત શિબિર વગેરે જેવા અનેક કાર્યક્રમોના આયોજન સાથે ગોલ્ડન જયુબીલી મનાવવા જઈ રહ્યું છે જેનું ભવ્ય ઉદઘાટન તથા ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન પાવનધામ મેડીટેશન સેન્ટરનું ભવ્ય ઉદઘાટન તા.૧૦ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ યુરોપ, યુ.કે. કન્ટ્રીના ડાયરેકટર બ્રહ્માકુમારી જયંતી દીદી, ગુજરાત ઝોન ડાયરેકટર સરલાદીદી, ભ્રાતા મોહનભાઈ કુંડારીયા, ગોિંવદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહેનાર છે. આ અવસરે રાજકોટ તથા ત્રંબા, ગઢકા, મહિકા, કાળીપાટ, અણીયારા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે ૬૦૦૦ થી વધારે લોકો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાવનધામનું તકતી અનાવરણ કરી સર્વે માટે ખુલ્લુ મુકશે. ટ્રી પ્લાન્ટેશન બાદ સ્વર્ણિમ જયંતિ મહોત્સવનો દીપ પ્રજ્જવલન દ્વારા શુભારંભ કરી ઉપસ્થિત સભાને સંબોધન કરશે. સુવર્ણ જયંતિ અવસરને સફળ બનાવવા રાજકોટ બ્રહ્મા કુમારીઝના અંજુદીદી સાથે આગેવાન બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધ હતી.

બ્રહ્માકુમારીઝ રાજકોટ હેપી વિલેજ રીટ્રીટ સેન્ટરની ઝલક

વર્તમાન આધુનિક ટેકનોલોજી તથા ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતિ, સંબંધોમાં સદભાવના તથા દૈવી સંસ્કૃતિની પુન:સ્થાપના અર્થે રાજકોટ શહેરથી દુર..પ્રકૃતિમી ગોદમાં ૪ એકર જમીનમાં નિર્માણ થઈ રહ્યું છે. હેપી વિલેજ રીટ્રિટ સેન્ટર…જેનું સન ૨૦૧૭માં સંસ્થાના મુખ્ય પ્રશાસિકા ૧૦૩ વર્ષના દાદી જાનકીજીએ ખાતમુહૂર્ત કર્યું.

* પાવનધામ યોગ કેન્દ્ર:- મનના દુષિત વિચારોને દુર કરી શુદ્ધ, પાવન બનાવવા હેતુ અંદાજે ૧૦૦ લોકોની બેઠક વ્યવસ્થા સાથે સુંદર નિર્માણ કરવામાં આવેલ સ્થાન જે પાવનધામથી ઓળખાય છે.

* અનુભૂતિ કુટિર:- માનવ જીવનની સાચી સંપતિ છે માનવીય મુલ્યો. જેની અનુભૂતિના લક્ષ્ય સાથે વિવિધ આકારોમાં બનાવવામાં આવશે. શાંતિ, પ્રેમ, આનંદ અને પવિત્રતાની કુટિરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.