Abtak Media Google News

પ્રોફેસર ઇવી ગિરીશના માર્ગદર્શનમાં ‘ક્રિએટિંગ મિરેકલ ઇન યોર લાઇફ’ નામનો સેમિનાર યોજાયો

હાલના સમયમાં યુવાનોથી માંડી વૃદ્ધ સુધીમાં તણાવનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. અભ્યાસ, ધંધા-રોજગાર, સામાજિક અને પારિવારિક બાબતોને લઈ લોકોમાં તણાવનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેનું પરિણામ ખૂબ જ ખરાબ આવતું હોય છે. વધતા જતા ગુન્હા અને આપઘાતના બનાવોમાં પણ ક્યાંક તણાવ જ જવાબદાર છે. ત્યારે આજની પેઢીને તણાવમાંથી મુક્ત કરાવવા બ્રહ્માકુમારીઝ સંસ્થાને કમર કસી છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાન દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીથી દરરોજ ’અલવિદા તનાવ’ નામનો એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ભારતની આવતી પેઢીથી માંડી તમામ વર્ગ અને વર્ણના લોકોને તણાવ સામે કેવી રીતે લડવું અને બચવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ કાર્યક્રમના ભાગરૂપે બ્રહ્માકુમારીઝ સંસ્થાન દ્વારા અગાઉથી જ અલગ અલગ પ્રકારની શિબિર અને કાર્યક્રમો શરૂ લરી દેવામાં આવ્યા છે.

રાજકોટ બ્રહ્માકુમારીઝ સંસ્થાન દ્વારા ’જ્યોતિ દર્શન’ કેન્દ્ર ખાતે ગત તારીખ 3 ફેબ્રુઆરીની રાત્રે પ્રોફેસર ઇવી ગિરીશના માર્ગદર્શનમાં ’ક્રિએટિંગ મિરેકલ ઇન યોર લાઇફ’ નામનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે 250 જેટલા લોકો હાજર રહ્યા હતા.  આ સેમિનારમાં ખાસ યુવાનોને તણાવમુક્ત બનાવવા તેમજ જીવનમાં સફળતાના શિખર સર કરવા માટે કાઉન્સિલર અને ટ્રેનર પ્રોફેસર ગિરીશ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યુવાનોને તણાવમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Screenshot 11 2 યુવાનોમાં સકારાત્મકતા લાવવા બ્રહ્માકુમારીઝ  સંસ્થા તત્પર : બ્રહ્માકુમારી ગીતાદીદી

બ્રહ્માકુમારી ગીતાદીદીએ જણાવ્યું હતું કે, પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજકોટ દ્વારા યુથને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજની યુવાપેઢીને જીવનમાં થોડું પણ દુ:ખ પડે તો ટેન્શન, ડિપ્રેશનમાં આવી જાય છે. ત્યારે આપઘાતનો વિચાર કરતા હોય છે. આવાં વિચારથી બહાર આવે તેમજ યુવાનોના જીવનમાં પોઝિટિવીટી આવે એમનું જીવન આર્થિક રીતે, સામાજીક રીતે, આધ્યાત્મિક સ્તર ઊંચું આવે એ લક્ષ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમારી વિધાયલયના પ્રોફેસર ઈ. વી. ગિરીશભાઈ આવ્યા છે. જેમનાં દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જીવનમા મનને સકારાત્મક બનાવવું, પોતાનું જીવન સુંદર, તનાવ મુક્ત, વ્યસનમુક્ત બને અને ખૂબ આગળ વધે એ લક્ષ્ય સાથે આજે બ્રહ્મકુમારીઝ વિધાલય જ્યોતિદર્શનમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.