સુરેન્દ્રનગર કલેકટર કચેરી બહાર દસ્તાવેજી કાગળો મળી આવતાં ચકચાર

સંયુકત નિર્વાચિન અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની સહિવાળા જરૂરી દસ્તાવેજો કચરાના ઢગલામાં મળ્યા

સુરેન્દ્રનગર જીલ્લાની કલેકટર કચેરી ઓફીસમાં અંદરના ગ્રાઉન્ડમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અને કલેકટર કચેરીની સામે જ ઉકરડા અને ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે કચેરી ઓફીસના પાછલા ભાગે પણ પ્લાસ્ટિકનો ધન કચરો અને વિવિધ પ્રકારના કચરાના ઢગલાઓ જામ્યા છે. પરંતુ આ કચરો છેલ્લા કેટલાક દિવસથી તે જ હાલતમાં પડયા હોવાનું જાણવા મળ્યું છે. આ   શહેરીજનો દ્વારા પણ અનેકવાર રજુઆત કરવામાં આવી છે. છતાં કઇ ર્નિણય ન આવતા શહેરીજનો પરેશાન થવા પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કચેરીના ગ્રાઉન્ડમાં ભરાતા કચરાના ઢગલાની રજુઆત અનેક વખત શહેરીજનો દ્વારા કરવામાં આવી છે અને સત્વરે આવા કચરાના ઢગલાઓ ઉપાડી લેવા નગરપાલિકામાં અને કલેકટર ઓફીસમાં સ્થાનિક લોકો દ્વારા લેખીતમાં રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ સુરેન્દ્રનગર જીલ્લાની કલેકટર ઓફીસમાં કચરાના ઢગલા એ જ હાલતમાં નજરે ચડી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા ઉકરડામાંથી જરુરી દસ્તાવેજો પુરાવો મળી આવતા, સુરેન્દ્રનગર જીલ્લાવાસીઓમાં ચર્ચા વહેતી થવા પામી છે.

જેમાં ખાસ કરીને આ મળી આવેલા પુરાવામાં સુરેન્દ્રનગર જીલ્લા ચૂંટણી અધિકારની સહિ સિકકાવાળા અને સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજયના સિકકા વાળા જરુરી દસ્તાવેજો પુરાવાઓ ઉકરડામાંથી મળી આવતા જીલ્લાવાસીઓમાં અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યાબે બીન ઉપયોગી દસ્તાવેજી પુરાવાઓનો નાશ કરવાના સ્થાને અધિકારીઓ દ્વારા આવા દસ્તાવેજી પુરાવો અને ખાસ કરીને સહી-સિકકા વાળા દસ્તાવેજી કાગળો ઉકરડામાં ફેંકી દેવામાં આવતા અનેક પ્રકારના સવાલો જીલ્લાવાસીઓના ઉભા થવા પામ્યા છે.

અન્ય જરૂરી દસ્તાવેજી અવશેષો પણ મળતા કલેક્ટરે પુરાવાનો નાશ કરવા સુચના આપી

સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કચેરી ખાતે આવેલ ગ્રાઉન્ડના ઉકરડામાંથી સરકારી વિવિધ દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર ચૂંટણી અધિકારી સહિત ગુજરાત રાજ્યસંયુક્ત મુખ્ય નિર્વાચર અધિકારી ગુજરાત રાજ્ય ના સહી વાળા જરૂરી દસ્તાવેજો ઉકરડા માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે પાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના ગ્રાઉન્ડ માં આવેલ ગ્રાઉન્ડ આમાંથી દસ્તાવેજી પુરાવા મળતા અનેક પ્રકારના તર્ક-વિતર્ક સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ માં સર્જાઈ જવા પામ્યા હતા. ત્યારે આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી રાજેશ ને થતા તાત્કાલિકપણે જે અધિકારીઓ દ્વારા જરૂરી દસ્તાવેજી કાગળો ઉકરડા માં ફેંકી દેવામાં આવ્યા હતા તે અધિકારીઓને તાત્કાલિક તેમણે બોલાવી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ જરૂરી દસ્તાવેજી કાગળોનો જિલ્લા કલેકટર કે રાજેશ ની સૂચનાથી નાશ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને ફક્ત ઠપકો!

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા ઉકરડામાંથી જરૂરી દસ્તાવેજી જિલ્લા કલેકટર કચેરીના કાગળો મળી આવતા અનેક પ્રકારના તર્ક-વિતર્ક સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ માં ફેલાઈ જવા પામ્યા હતા ત્યારે ખાસ કરીને આ ઉકરડામાંથી ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય નિર્વાચન અધિકારી ને સહીવાળા કાગળો મળી આવતા જિલ્લાવાસીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થવા પામી હતી

ત્યારે આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને તાત્કાલિકપણે આ જરૂરી કાગળો નાશ કરવામાં આવ્યો હતો અને જે અધિકારીઓ દ્વારા આ કાગળીયા અને જરૂરી દસ્તાવેજી પુરાવાઓ ઉકરડામાં ફેંકવામાં આવ્યા હતા તેમને તાત્કાલિક પણ એ પોતાની ચેમ્બરમાં બોલાવી અને ઠપકો આપવામાં આવ્યો હતો અને આગામી સમયમાં જરૂરી દસ્તાવેજો ના નાશ કરવામાં આવે તેવી કડક સુચના તમામ કલેકટર ઓફિસના અધિકારીઓને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા આપવામાં આવી હતી.