Abtak Media Google News

ફકત 23% જેટલાં જ લોકો સ્ટોર્કના જોખમી પરિબળોથી જાગૃત

તાજેતરમાં ભારતમાં સ્ટ્રોક અંગેના રોગચાળાના ડેટામાં વધારો થયો છે. ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન અનુસાર, ભારતમાં અંદાજે 1.8 મિલિયન લોકો બ્રેઈન સ્ટ્રોકથી પીડાય છે, જેમાં  દર ચાર માંથી ફ્કત 1 વ્યકિતને બ્રેઈન સ્ટ્રોકના લક્ષણોની ખબર હોય છે,  કે તેઓ બ્રેઈન સ્ટોર્કની બીમારી થી પીડાઈ રહ્યા હોય છે. આ વધારો થવાનું મુખ્ય કારણ રોગ, તેના નિવારણ અને સારવાર અંગે જાગૃતિનો અભાવ છે. ભારતમા  માત્ર 41 ટકા લોકો મગજના સ્ટ્રોકને ચિંતાનું કારણ માને છે અને માત્ર 23 ટકા લોકોને જોખમી પરિબળો વિશે જાગૃત હતા.

Advertisement

ભારતમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (ઈઅઉ) પછી મગજનો સ્ટ્રોક મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. ભારત જેવા વિકાશીલ દેશોમાં સ્ટ્રોકએ અકાળ મૃત્યુ અને અપંગતાનું મહત્વનું કારણ બની રહ્યું છે, જે મોટાભાગે વસ્તી વિષયક ફેરફારો દ્વારા સંચાલિત છે અને મુખ્ય ફેરફાર કરી શકાય તેવા જોખમી પરિબળોના વધતા વ્યાપને કારણે વધે છે.  પરિણામે વિકાસશીલ દેશો ચેપી અને બિન-સંચારી રોગોના બેવડા બોજના સંપર્કમાં આવે છે.

તેમાં પણ ભારત જેવા દેશમાં ગરીબો સ્ટ્રોકથી વધુને વધુ પ્રભાવિત થાય છે,  સૌથી દુ:ખદ બાબત એ છે કે સ્ટ્રોકની સંભાળ માટે ઉંચો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ ન હોવાને કારણે વઘુ મૃત્યુ દર જોવા મળતો હોય છે. મોટાભાગના સ્ટ્રોકથી બચી ગયેલા લોકો વિકલાંગતા સાથે જીવવાનું ચાલુ રાખે છે.

જો ચિહ્નો દેખાવાની શરૂઆત થયાનાં ત્રણ કલાકની અંદર અસરકારક સારવાર શરૂ કરવામાં આવે તો  ઉચિત સારવાર સ્ટ્રોકને આગળ વધતો અટકાવવામાં કે નુકસાનમાં વધારો થતો  અટકાવી શકે છે. જો સ્ટ્રોક લોહીનાં ગઠ્ઠાને કારણે આવ્યો હોય, તો એને ઓગાળવા કે લોહીનાં ગઠ્ઠા જામવાની પ્રક્રિયા ધીમી  પાડવા તમને એન્ટિકોગુલન્ટ કે એન્ટિપ્લેટલેટ દવાઓ આપવી આવશ્યક છે. જેનાથી પણ વ્યકિતને હુમલાથી બચાવી શકાય છે.

ભારતીયોમાં બ્રેઈન સ્ટોર્ક ના કારણે થતું મૃત્યુદરમાં પ્રમાણમાં ઘટાડો થાય એના માટે મગજને લગતા રોગોનાં નિદાન, ઉપચાર લક્ષણો તથા તેને લગતી માળખાકીય સેવાઓ ની વિશેષ જાણકારી લોકો સુધી પહોંચાડવી એ ખૂબ જ આવશ્યક બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.