Abtak Media Google News

જીવંતિકાનગર, ગોવિંદનગર, ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં વિતરણ ૩ કલાક મોડુ

શહેરમાં જાણે પાણીની પાઈપ લાઈન તૂટવાની ઘટના હવે રોજીંદી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે ૮ કલાક આસપાસ શહેરના વોર્ડ નં.૧માં લાખના બંગલા પાસે ૩૦૦ એમએમ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે વિતરણ ખોરવાઈ જવા પામ્યું હતું. અનેક વિસ્તારમાં ત્રણ કલાક પાણી વિતરણ મોડુ તાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

Advertisement

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે સવારે લાખના બંગલા વિસ્તારમાં ૩૦૦ એમએમની પાણીપી પાઈપ લાઈનમાં એર બ્લોકના કારણે ભંગાણ સર્જાયું હતું. યુદ્ધના ધોરણે કામગીરી શ‚ કરી દેવામાં આવી હતી. છતાં વોર્ડના જીવંતિકાનગર, ગોવિંદનગર અને ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ ૨ થી ૩ કલાક મોડુ વા પામ્યું હતું.

પાણીની પાઈપ લાઈન તૂટવાની ઘટના રોજીંદી બની જવા પામી છે. ત્રણ દિવસ પૂર્વે કોટેચા ચોકમાં પણ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે વિતરણ વ્યવસ અસર પડી હતી. મહા મહેનતે રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષો જૂની પાઈપ લાઈનના કારણે ભંગાણની સ્થિતિ ઉદભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.