Abtak Media Google News

ચોટીલા કોંગ્રેસના શહેર પ્રમુખ અને નગરપાલિકાના સભ્ય અજય સાબંડ સાથે ૧૨ આગેવાનો અને  ૫૦ કાર્યકર્તાઓ ભાજપના પેજકાર્ડ વિતરણ કાર્યક્રમમા ભાજપમા જોડાયા

Advertisement

આંતરિક ટીકીટ અને જુથવાદ  તેમજ વહાલા દોહલાની નિતિને કારણે તેઓ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમા જોડાણા તેમને કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયતની ટીકીટની માંગણી કરવામા આવી હતી પણ તેમને ટીકીટ આપવામા ન આવી તેના કારણે તેઓ ભાજપમા જોડાણા – અજય સાંબડ કોંગ્રેસ શહેર પ્રમુખ

કોંગ્રેસના શહેર પ્રમુખનુ ભાજપમા સ્વાગત કરીએ છીએ અને ભાજપના સહુનો સાથ અને સહુનો વિકાસ સાથે કામ કરી અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની બધી સીટો પર બધામા ભાજપનો ભગવો લહેરાશે- જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ

હાલ કોંગ્રેસના બળવાના કારણે ચોટીલાનુ રાજકારણ ચુંટણી પહેલાજ ગરમાવો પકડી લેવામા આવ્યો છે કયાકને કયાક જુથવાદ તેમજ વહાલા દોહલાની નિતિથી ટીકીટની ફાળવણીના કારણે આગળ હજી કેવા ફેરફારો થશે તે જોવાનુ રહ્યુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.