Abtak Media Google News

સામગ્રી :

  • – ૪ કપ બાજરીનો લોટ
  • – ૧/૨ કપ ઘંઉનો લોટ
  • – ૧/૨ કપ ખાટુ દહીં
  • – ૧/૨ કપ મોળુ દહીં
  • – ૧૦ નંગ મોળા લીલા મરચા
  • – ૧૫-૨૦ નંગ લસણની કળી
  • – ૧.૫ ઇંચ આદુ
  • – ૨ ટે સ્પુન તલ
  • – ૨ ટી સ્પુ અજમો
  • – ૨-૩ ટે સ્પુ તેલ (મોવાણ માટે)
  • – ૧ ટે સ્પુ. લાલ મરચુ પાવડર
  • – ૧/૪ ટી સ્પુ હળદર
  • – ૧/૨ કપ ખાંડ
  • – મીઠુ
  • – તેલ ( તળવા માટે )

રીત :

– સૌ પ્રથમ આદુ-મરચા-લસણને વાટીને પેસ્ટ બનાવો ત્યાર બાદ એક વાસણમાં બાજરીનો લોટ અને ઘંઉનો લોટ ભેગા કરીની તેલ ઉમેરી મસળી લો. તેમા દહીં વાટેલો મસાલો, લાલ મરચુ, હળદર, તલ, અજમો, મીંઠુ, ખાંડ અને થોડુ પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો.

Advertisement

– બાંધેલા લોટને ઢાંકીને ૧૫ મિનિટ સુધી રાખો અને તેમાં ૧ ટી સ્પુન જેટલુ તેલ ઉમેરીને લોટને બરાબર મસળી લો. અને એક સરખા લુઆ બનાવી લો.

– હવે એક કડાઇમાં તળવા માટે તેલ મુકી ત્યાર પછી એક થાળી ઉપર પ્લાસ્ટીક પાથરીને સહેજ તેલ લગાડી દો. ૫-૬ નંગ લુઆને દબાવીને તેના પર થોડા તલ લગાડીને હાથ વડે થેપીને ૫-૭ મિમિ જાડાઇના વડા રેડી કરો.

– તેલ ગરમ થાય એટલે ધીમી મધ્મય આંચ પર થેયેલા વડાને બંને તરફ ફેરવીને આછા લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો.

– આ રીતે બધા જ વડા તૈયાર કરી લો. ગરમા ગરમ બાજરીના વડા ચા, સોસ, ચટણી તળેલા મરચા સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.