Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં ફેશન વર્લ્ડના આયોજકોએ ઇવેન્ટ અંગે આપી સરસ વિગતો

સૌરાષ્ટ્રના રાજકોટ ની પ્રજા શિક્ષિત દીક્ષિત અને ફેશન પ્રિય ગણાય છે ત્યારે રંગીલા રાજકોટમાં રાજકોટ વાસીઓ માટે સી કે ફેશન વર્લ્ડ દ્વારા એક અનોખો આયોજન કરવામાં આવ્યું છે અને સેલિબ્રિટી શો ના આયોજન અંગે અબ તકની મુલાકાતે આવેલા મુખ્ય આયોજક ચાંદનીબેન પરમાર અને તેમના સહયોગીઓ રણભાઈ ઠક્કર, સિદ્ધાર્થભાઈ પરમાર, જીતુભાઈ કનોજીયા, રમજાન ભાઈ રાવમા, ક્રિષ્નાબેન બેસ, કૃપાબેન પટેલ, મયુરભાઈ પટેલ , ધરતીબેન પટેલ, એ કાર્યક્રમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સી.કે. ફેશન વર્લ્ડ દ્વારા બ્રાઇડલ કોમ્પીટીશન, કિડસ ફેશન શો અને સેલીબીટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14 ને શુક્રવારે સાંજના 6 કલાકે 1પ0 ફુટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા જય પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું છે.

Advertisement

બ્રાઇડલ કોમ્પીટીશનમાં ભાગ લેનારી મહિલાઓ નવવધુની જેમ મેકઅપ, હેર સ્ટાઇલ, મહેંદી, સાડી સહિતના સાજ શણગાર કરવું પડશે. બ્રાઇડલ કોમ્પીટીશીનમાં સ્પર્ધકો ગુજરાતી, પંજાબી, મરાઠી સહિત કોઇપણ વિસ્તારની નવવધુની જેમ શણગાર સજીનૃ રેમ્પવોક કરશે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રથમ સ્પર્ધકને રૂ. 5000 ની ગીફટ બીજા સ્પર્ધકને રૂ. 2500 ની ગીફટ અને ત્રીજા સ્પર્ધકને રૂ. 1500 ની ગીફટ આપવામાં આવશે.

કીડસ ફેશન શોમાં 4 થી 1પ વર્ષ સુધીના બાળકો ઇન્ડીયન કે વેસ્ટર્ન કોઇપણ વેશભુષા ધારણ કરીને રેમ્પવોક કરશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા ને રૂ. 3000ની ગીફટ, દ્વિતીય વિજેતાને રૂ. 2000 ની ગીફટ અને તૃતિય વિજેતાને રૂ. 1500 ની ગીફટ અપાશે.

જયારે સેલીબીટી શોમાં આવનાર રાજકીય, સામાજીક, એન્ટરટેઇમેન્ટ ડોકટર, પત્રકાર સહિતના મહેમાનોનું પુષ્પ ગુચ્છ શિલ્ડ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા દરેક સ્પર્ધકો માટે ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફેશન શોને સફળ બનાવવા ઓર્ગેનાઇઝર ચાંદની પરમારની સર્પોટેડ સિઘ્ધાર્થ  પરમાર, કરણ ઠકકર, જીતુ કનોજીયા, રમજાન રાઉમા, ક્રિષ્ના બેઝ, કૃપા પટેલ, મયુર પરમાર સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ ફેશન શો અંગેની વધુ વિગત માટે મો. નં. 76008 53705 પર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.