Abtak Media Google News

જિલ્લાભરમાં ૫૮ મેડિક્લ ઓફિસરો જુદાજુદા રોગોને નાથવા કાર્યરત

જિલ્લાના બે ગામોમાં પશુઓના સંપર્કથી થતો રોગ બ્રુસોલોસીસે દેખા દેતા જીલ્લા આરોગ્ય તંત્ર સફાળુ થયું હતુ જેના અંતર્ગત જીલ્લાવિકાસ અધિકારી અધ્યક્ષતામાં બ્રેસોલ્લોસીસ અને અન્પાણીજન્ય રોગ અને વાહકજન્ય રોગોની સમાનતા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જીલલા વિકાસ અધિકારી અનિલ રાણાવસ્યાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

આરોગ્ય અંતર્ગત વિવિધ રોગચાળા જેમકે મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનીયા, પાણીજન્ય અને વાહકજન્ય રોગો સાથે હાલમાં જ ગોંડલ તાલુકાના હડમતાળા અને કોટડાસાંગાણીના સોલીયા ગામે પશુના સંપર્કથી થતો રોગ બ્રસોલ્લોસીસના બે પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતુ જેના રોગ વિષે ઉજાગર કરવા માટે જીલ્લા પંચાયત સભાગૃહ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસ્યાના સંદર્ભમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગોંડલ અને કોટડાસાંગાણીના બે ગામમાં બ્રુસેલ્લોસીસ જે પશુના સંપર્કમાં આવાથી અથવા કાચુ દૂધ પીવાથી ફેલાતો રોગ છે.જેને ટાળવા માટે પશુઓની તપાસી અને કાચૂ દૂધ પીવાનું ટાળવા માટે જણાવામાં આવ્યું હતુ અત્યાર સુધી ૩૧ પશુઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૧૧ પશુઓને બ્રુસોલ્લોસીસના બેકટેરીયા પોઝીટીવ મળ્યા હતા જેમની સારવાર તાકીદો કરી રસીકરણ કરવામાં આવ્યું હતુ બ્રસેલ્લોસીસ દુઝણા પશુઓનાં દુધના સેમ્પલ દ્વારા રોગનો ખ્યાલ મેળવી શકાય છે. પશુ પાલન વિભાગ દ્વારા પશુઓનાં ટેસ્ટ બાદ તેમને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

તે ઉપરાંત ચોમાસુ ઋતુની શરૂઆતમાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ચીકનગુનીયા, ડેંગ્યુ અને ફાયલોરિયાના દર્દીઓ જોવા મળે છે. સાથોસાથ પાણીજન્ય રોગ ઝાડા, ઉલ્ટી મરડો, કમળો અને ટાઈફોડ જેવા રોગોનો પણ ફેલાવો થાય છે. ત્યારે તેને અટકાવવા જીલ્લા આરોગ્ય શાખા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

જિલ્લામાં બે બ્રુસેલ્લોસીસના કેસ નોંધાતા જ આરોગ્ય તંત્રએ કામગીરી શ‚ કરી હતી હાલ જીલ્લા આરોગ્ય ટીમમાં ૫૮ જેટલા મેડીકલ ઓફીસરો ૩૫૦ બહેનો અને ૪૦૦જેટલા એમપીડબલ્યું જીલ્લાભરમાં કામગીરી કરી રહ્યા છે. તેવું જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસ્યાએ જણાવ્યું હતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.