Abtak Media Google News

સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા સહિતનાં દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં સવારથી અનરાધાર વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. સુરત જિલ્લાનાં ઉમરપાડામાં ૬ કલાકમાં ૭ ઈંચ વરસાદ પડી જતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. તાપીનાં વ્યારામાં પણ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા સહિતનાં દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રાજયનાં ૭૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

Advertisement

આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાએ સટાસટી બોલાવી રહ્યા છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સુરતનાં ઉમરપાડામાં ૭ ઈંચ વરસાદ પડયો છે. ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં ૨ કલાકમાં જ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. છેલ્લાં એક પખવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો હોય હવે લોકો મેઘાને ખમૈયા કરવા માટે રિતસર વીણવી રહ્યા છે. તાપીનાં વ્યારામાં ૮૮ મીમી, ઉછાલમાં ૭૭ મીમી, ડોલવાણમાં ૬૧ મીમી, વાલોદમાં ૪૫ મીમી, સોનગઢમાં ૩૮ મીમી, નિઝારમાં ૩૪ મીમી, કુકરમુંડામાં ૩૪ મીમી વરસાદ પડયો છે. સુરતનાં ઉમરપાડામાં ૭ ઈંચ, મહુવામાં ૭૭ મીમી, સુરત શહેરમાં ૫૭ મીમી, કામરેજમાં ૫૦ મીમી, માંગરોળમાં ૧૯ મીમી, માંડવીમાં ૧૬ મીમી, ચોર્યાસીમાં ૧૫ મીમી વરસાદ પડયો છે. નવસારી જિલ્લાનાં વાસંદામાં ૫૭ મીમી, ચીખલીમાં ૫૧ મીમી, ગણદેવીમાં ૫૧ મીમી, જલાલપુરમાં ૩૩ મીમી, નવસારીમાં ૨૩ મીમી વરસાદ પડયો છે.

જયારે મહિસાગર જિલ્લાનાં બાલાસિહોરમાં ૪૦ મીમી, ડાંગનાં વઘઈમાં ૨૧ મીમી, નર્મદાનાં ડેડીયાપાડામાં ૨૧ મીમી, પંચમહાલનાં ગોધરામાં ૨૧ મીમી વરસાદ પડયો છે. આજે સવારે ૬ વાગ્યાથી લઈ બપોરે ૧૨ વાગ્યા સુધીનાં ૬ કલાકનાં સમયગાળામાં રાજયનાં ૭૬ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ ૭ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

વેલમાર્ક લો-પ્રેસરમાં ફેરવાઈ નબળુ પડયું: સૌરાષ્ટ્રમાં માત્ર છુટા છવાયા  હળવા વરસાદની સંભાવના

મધ્યપ્રદેશમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેસર નબળુ પડી લો-પ્રેસરમાં પરિવર્તીત ઈ ગયું છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની સંભાવના નહીંવત વા પામી છે. આ લો-પ્રેસર ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જવાના કારણે હવે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પૂર્વ રાજસન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં લો-પ્રેસરની અસરના કારણે હળવાી મધ્યમ વરસાદની સંભાનવા આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેસર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી સંભાવના ઉભી વા પામી હતી. જો કે, આ વેલમાર્ક હવે લો-પ્રેસરમાં પરિવર્તીત ઈ ગયું છે અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ તરફ ફંટાઈ ગયું છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની પૂરી સંભાવના ની. છુટો છવાયો વરસાદ પડશે અને દ.ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શકયતા હાલ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.