Abtak Media Google News

બક્ષીપંચ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી ભાજપ સરકારને ગરીબ પરિવારો અને બક્ષીપંચ માટે આશિર્વાદરૂપી બજેટ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં ગરીબ અને બક્ષીપંચ વર્ગ માટે રાહતોનો વરસાદ વરસ્યો છે ત્યારે ૧.૫ હેલ્ સેન્ટર ઉભા કરવામાં આવશે જેમાં ઉપરાંત ગાયનેક અને બાળ રોગનો પણ ઈલાજ કરાશે. સેન્ટર્સમાં જરૂરી દવાઓ વિનામુલ્યે આપવામાં આવશે. તેમજ નેશનલ હેલ્ પ્રોટેકશન સ્કીમમાં ૧૦ કરોડ ગરીબ કુટુંબોને આવરી લેવામાં આવશે. જેનો લાભ ૫૦ કરોડ લોકોને મળશે. તેમજ ૫ લાખ રૂપિયા સુધીનો મેડીકલ વીમો આપવામાં આવશે. જે દુનિયાનો સૌથી મોટો સરકારી ખર્ચે ચાલતો હેલ્ કાર્યક્રમ બનશે.

Advertisement

દેશમાં ૨૪ નવી મેડીકલ કોલેજ બનશે. દર ત્રણ લોકસભા બેઠકો વચ્ચે એક મેડીકલ કોલેજ સપવાનું લક્ષ્ય આવકારદાયક ગણી શકાય. તેમજ ઉજ્જવલા યોજના હેઠળ ૮ કરોડ ગરીબ પરીવારોને મફતમાં ગેસ કનેકશન અપાશે. ૧૬૦૦૦ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના હેઠળ ૪ કરોડ ગરીબ પરિવારોને નિ:શુલ્ક વીજળી કનેકશન આપવામાં આવશે. દરેક ગરીબ પરિવારોને ૨૦૨૨ સુધીમાં પોતાનું ઘરનું ઘર મળી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ છે. એફોર્ડેબલ હાઉસીંગ ફંડ પણ ઉભુ કરાઈ રહ્યું છે.

માછીમારો, પશુપાલકોને પણ ખેડૂતોની જેમ ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે. કૃષિ બજારમાં ૨૦૦૦ કરોડનું ફંડ અપાશે.અંતમાં નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ કેન્દ્ર સરકાર સતત ગરીબો વિકાસને વેગ આપવા અંગે વિચારી રહી છે ત્યારે બજેટની ગરીબ પરિવારો અને બક્ષીપંચ, પછાત વર્ગ માટે આશિર્વાદરૂપ બન્યું છે અને નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારના આ બજેટી કૃષિ, આરોગ્ય, શિક્ષણક્ષેત્રે, ઉદ્યોગક્ષેત્રે, રીયલ એસ્ટેટ ક્ષેત્રે ફુલગુલાબી ચિત્ર ઉપસ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.