Abtak Media Google News

જાડી અને ઘાટી આઈબ્રો સારી તો દેખાય છે. પરંતુ સારા દેખાવ માટે, તેમને સેટ કરી શેપ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઇબ્રો બહુ વધી ગઇ હોય તો આખો લુક બગાડીને મુકી દે છે. આ માટે આઇબ્રોને પ્રોપર શેપ આપવો ખૂબ જરૂરી છે. આ જ કારણ છે કે  મહિલાઓ દર મહિને તેને સેટ કરાવી ચહેરાને વધુ સુંદર બનાવે છે.

7 6

પરંતુ કેટલીક સ્ત્રીઓ આઈબ્રોને શેપ આપવા માટે થ્રેડિંગ કરવાનું ટાળે છે કારણ કે તેનાથી ઘણો દુખાવો થાય છે ખાસ કરીને જેમના વાળનો ગ્રોથ વધારે હોય તેવા લોકો. જો તમને પણ થ્રેડીંગ કરાવતી વખતે ખૂબ દુખાવો થાય છે, તો તમે આ ટિપ્સ અપનાવીને પીડાનો સામનો કરી શકો છો.

ઠંડી જેલ લગાવો

8 7

આઇબ્રો કરાવ્યા પછી તમે ઠંડી જેલ લગાવો. ઠંડી જેલ લગાવવાથી સ્કિનને મોઇસ્યુરાઇઝ થાય છે જેના કારણે બળતરા થતી નથી. આ માટે એલોવેરા જેલ, ફ્લેક્સ સીડ જેલ તમે ટ્રાય કરી શકો છો. ઠંડી જેલથી તમારી સ્કિન મસ્ત થઇ જાય છે.

વાળની રૂટ્સથી શરૂઆત કરો

3 13

વાળના રૂટ્સની શરૂઆત કરીને તમે એક જ ઝાટકામાં વાળ નિકાળી દો. ધીરે-ધીરે કરશો નહીં, આમ કરવાથી તમને બળતરા થાય છે. વાળની ટિપથી પકડીને તમે કરો છો તો અડધા વાળ તૂટી જાય છે અને પૂરી રીતે ક્લિન થતુ નથી. આમ કરવાથી આઇબ્રો મસ્ત થઇ જશે.

બરફનો ઉપયોગ કરો

9 6

પીડાનો સામનો કરવા માટે, થ્રેડીંગ કરાવતા પહેલા આઈબ્રો પર બરફ લગાવો. આનાથી ઠંડકની અસર થશે, જેના કારણે કોઈ દુખાવો થતો નથી. ખરેખર, બરફ લગાવવાથી ત્વચા સુન્ન થઈ જાય છે, જેના કારણે થ્રેડિંગ કરતી વખતે દુખાવો થતો નથી.

સ્કીન ટાઈટ અને પાવડરનો ઉપયોગ કરો

6 5

થ્રેડીંગ કરાવતી વખતે ત્વચાને હંમેશા ટાઈટ રાખો. આ માટે બંને હાથથી ઉપરની અને નીચેની ત્વચાને ખેંચો. જ્યારે ત્વચા ટાઈટ રહેશે ત્યારે તમને દુખાવો નહીં થાય. થ્રેડીંગ કરાવતી વખતે પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો વધુ દુખાવો થતો હોય તો વધારે પાવડર લગાવો જેનાથી વાળ દૂર કરવામાં સરળતા રહે છે. જેના કારણે દુખાવો પણ ઓછો થશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.