Abtak Media Google News

પીપાવાવ બંદરે આવતા પેટ્રોલ, ડીઝલ અને ડામરની ચોરી કરી તેને વેચવાનું કારસ્તાન એસએમસીએ પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. સ્થળ પરથી રૂ.34.17 લાખનો  મુદામાલ કબજે કરી મુખ્ય સુત્રધાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે એસએમસીના પીએસઓઇ ચંદ્રસિંહ પરમારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુલા, પીપાવાવ ચોકડીથી પીપાવાવ પોર્ટ તરફ જતાં રસ્તા પર આવેલી રાજધાની હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી ત્યાં થી 1 2 5 50 લીટર ડીઝલ, 300 લીટર પેટ્રોલ અને 19 ટન ડામર સાથે બે આરોપી દિગ્વીજય ભૂપતભાઈ ખુમાણ અને સલીમ અનવરખાન પઠાણ ને ઝડપી લીધા હતા. સ્થળ પરથી એસએમસીએ એક ટેન્કર, એક કાર, ઇલેકટ્રીક મોટર, ત્રણ મોબાઇલ ફોન, રૂા.33970ની રોકડ, ડીસ્પેન્સર મશીન વગેરે મળી કુલ રૂા. 34. 17 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પેટ્રોલ, ડીઝલ અને ડામરની ચોરીમાં બેની ધરપકડ, કુલ રૂા. 34 લાખનો મુદ્દામાલ કબજે: મુખ્ય સત્રધાર સહિત ચારની શોધખોળ

ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં મુખ્ય સુત્રધાર તરીકે જયરાજ બિશુભાઇ વાળા, ધનશ્યામ, દિપક ભગુભાઈ બાબરીયા અને મહેશ મારવાડી  નામ ખુલ્યા હતા.

એસએમસીના સુત્રોએ જણાવ્યું કે પીપાવાવ બંદરે આવતા ડીઝલ, પેટ્રોલ અને ડામરની આરોપીઓ ચોરી કરી તેને વેચતા હતા.

આ તમામ વસ્તુઓના જે ક્ધટેનર આવતા તેના સીલને થોડુંક ઉંચુ  કરી અંદર પાઈપ સેરવી ચોરી કરતાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.