Abtak Media Google News

હવે માત્ર મોટા અથવા વૃદ્ધોની આંખો પર જ ચશ્મા જોવા નથી મળતા પરંતુ મોટા ભાગના બાળકોની આંખો પર પણ ચશ્મા જોવા મળે છે.

હવે ના સમયમાં ખોટુ ખાદ્ય અને અત્યારની જીવન શૈલીમાં ચાલતા લોકો અનેક પ્રકારની બીમારીઓનો ભોગ પોતે જ બને છે. ખાસ કરીને જો આંખોની રોશની ઓછી થય જાય તો પછી તેને આંખ પર ચશ્મા પહેરવા એક મોટી મજબૂરી બની જાય છે.

પરંતુ જો તમે ઇચ્છતા હોય કે તમારી આંખોની રોશની સારી રહે અને તમારી આંખો ના નંબર પણ ઉતરી જાય તો, આ બે પ્રકારના વિશેષ જ્યુસનું સેવન કરીને થોડા જ દિવસોમાં તમે આ ચમત્કાર જોઈ શકો છો.

1- ગાજરનું જ્યુસ :

ગાજરનું સેવન કરવું આંખોની રોશની માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે ગાજર અને ટમેટાંનું સાથે જ્યુસ બનાવીને સેવન કરો છો તો તે આંખો માટે વધુ ફાયદાકારક છે.

તમારે તમારી આંખોની રોશનીને સલામત રાખવા માટે તમે એક ગ્લાસ ગાજરના જ્યુસમાં બે ટમેટાંનું જ્યુસ મેળવી રોજ સવારે પીવું જોઈએ .

જો તમે સતત ગાજર અને ટામેટાંના જ્યુસનું સેવન કરો છો તો આંખની રોશનીને ઘણા ફાયદા થાય છે.

2- પાલકનું જ્યુસ :

લીલા શાકભાજી આરોગ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને પલકનું સેવન તો આપને કરતા જ હોય છીએ પરંતુ શું તમે ક્યારેય તેના જ્યુસ વિશે સાંભળ્યું છે

જી હા, પાલકના જયુસના સેવન દ્વારા આપણે આંખોની રોશનીને 100 ટકા વધારી શકિયે છીએ. દરરોજ એક ગ્લાસ પાલકના જ્યુસનું સેવન કરવાથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન A મળે છે જે આંખોના ઉપચાર માટે ખૂબ ફાયદાકારક છે.

જો તમે તમારી આંખો માંથી ચશ્મા ઉતારવા માંગો છો, તો તમારે દરરોજ એક ગ્લાસ પાલકના જ્યુસનું સેવન કરવું જોઈએ. આનાથી થોડા જ દિવસોમાં તમને સારું રિજલ્ટ દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.