Abtak Media Google News

વિજેતા ખેલૈયાઓને બાઇક, એક્ટિવા, સોનાનો ચેઇન, બુટ્ટી, સાઇકલ, એલઇડી ટીવી, ફ્રીઝ વોટર કુલર, વોશીંગ મશીન સહિતના ઇનામો અપાયા: કિંગ તરીકે યશ માવાણી અને ક્વિન તરીકે દ્રષ્ટિ વખારીયા બન્યા વિજેતા

જૈનમ નવરાત્રી મહોત્સવ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી ચુકી છે, જેની મુખ્ય બાબતમાં ખેલૈયાઓ માટે સુરક્ષીત વાતાવરણ અને પારીવારીક માહોલ, અત્યાધુનિક લેટેસ્ટ લાઇટ્સ એન્ડ સાઉન્ડ ઇફેક્ટ, દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ગયેલ છે અને દરેક સમાજનાં આગેવાનોએ ટીમ જૈનમને ભવ્ય અને શાનદાર આયોજન બદલ ઠેર-ઠેરથી પ્રસંશા થઇ રહી છે.

જૈનમ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિધ્ધ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમનું ધમાકેદાર ઓરકેસ્ટ્રાનાં સાંજીદાઓએ સથવારે અનિલ વંકાણી, ઉવર્શી પંડ્યા, પ્રિતી ભટ્ટ, પ્રદિપ ઠક્કર જેવા ફેમસ સિંગરોએ આપણી સંસ્કૃતિને અકબંધ રાખી ગરબાને અર્બન ટચ આપીને એકથી એક ચડીયાતા રાસ-ગરબા પ્રસ્તુત કરી ખેલૈયાઓના ફાઇનલ મેગા રાઉન્ડમાં એક નવું જોમ ભરેલ હતું.

Screenshot 3 3

જૈનમ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મુખ્ય સ્પોન્સર રોલક્સ રીંગ્સ લીમીટેડ-મનીષભાઇ મડેકા, ભવાની ઇન્ડસ્ટ્રીઝ-સુરેશભાઇ નંદવાણા, જસ્ટ ઇન ટાઇમ-રાજુભાઇ છેડા, બેનાણી ફાઉન્ડેશન-જીતુભાઇ બેનાણી, બાન લેબ્સ પ્રા.લી.-મૌલેશભાઇ ઉકાણી, જાણીતા જૈન શ્રેષ્ઠી અને શેઠ બિલ્ડકોન ચંદ્રકાંતભાઇ શેઠ, મોર્ડન ગ્રુપ, મુકેશભાઇ દોશી, વિભાશભાઇ શેઠ, ઇકોનો બ્રોકીંગ, સુનીલભાઇ શાહ વિશેષ સહયોગ સાંપડ્યો હતો.

મેગા ફાઇનલ રાઉન્ડનાં અંતે નિર્ણાયકો દ્વારા કિંગ તરીકે યશ માવાણીને વૈશાલીબેન પારસભાઈ ખારા અને શૈલેષભાઈ મહેતા તરફથી ટીવીએસ બાઈક અને બીજા નંબરે દેવાંગ વસાને સેજલબેન મનીષભાઈ દોશી તરફથી ફ્રીજ, ત્રીજા નંબરે આયુશ દેસાઈને સુમીત એલઈડી ડીસ્પલે અને ચાંદનીબેન જગદીશભાઈ મેર તરફથી વોશીંગ મશીન, ચોથા નંબરે દોશી અભીષેકને વૈશાલીબેન મુકેશભાઈ દોશી (મોર્ડન) તરફથી 32 ઈંચ એલઇડી ટીવી, પાંચમાં નંબરે ઉદાણી રાજને હેતલબેન દર્શનભાઈ શાહ તરફથી સ્માર્ટ વોચ, છઠ્ઠા નંબરે દોશી જૈનમને સજાવટ ફ્રેબ્રીક અને જેડીઝ આઈ કેર તરફથી સજાવટ વાઉચર અને ગોગલ્સ, સાતમા નંબરે મહેતા કૌશલને સજાવટ તરફથી સજાવટ વાઉચર અને ગોગલ્સ, આઠમા નંબરે જૈન પુષ્પકને સજાવટ અને દીપ્તીબેન ઉદયભાઈ ગાંધી તરફથી સજાવટ વાઉચર અને 4મેનની ઈનામો આપી નવાઝવામાં આવેલ હતા.

Screenshot 2 4

મેગા ફાઇનલ રાઉન્ડનાં અંતે નિર્ણાયકો દ્વારા ક્વિન તરીકે દ્રષ્ટી વખારીયા તરીકેને સિધ્ધી ગ્રુપ અને રૂદ્ર કોર્પોરેશન અને જીગ્નેશભાઈ દોશી તરફથી હોન્ડા સ્કુટર અને બીજા નંબરે વિધીશા ઠક્કરને ભારત ટુલ્સ સ્ટીલ સીન્ડીકેટનાં દર્શનભાઈ શાહ તરફથી ફ્રીજ, ત્રીજા નંબરે ડીજે આયાન અને ભુષણભાઈ શાહ તરફથી વોશીંગ મશીન, ચોથા નંબરે દોશી અંકીતા વોરાને વિજય ઈલેકટ્રોનિકસ તરફથી 32 ઈંચ એલઈડી ટીવી, પાંચમા નંબરે શ્રૃતિ કોઠારીને હેતલબેન દર્શનભાઈ શાહ તરફથી સ્માર્ટ વોચ, છઠ્ઠા નંબરે રૂત્વી શાહને પ્રિતીબેન સેજલભાઈ કોઠારી તરફથી એર કુલર, સાતમા નંબરે શ્રૃતિ મહેતાને હેતલબેન વિરલભાઈ બાખડા અને ભાવિકભાઈ શાહ (રોયલ)ને હોથરોન રીસોર્ટ વાઉચર અને ગોગલ્સ અને સીલ્વર કોઈન, આઠમા નંબરે માનસી કોઠારીને હોથરોન રીસોર્ટ વાઉચર અને ગોગલ્સ અને સીલ્વર કોઈન ઈનામો આપી નવાઝવામાં આવેલ હતા.

Screenshot 1 7

મેગા ફાઇનલ રાઉન્ડના અંતે નિર્ણાયકો દ્વારા જુનિયર કીંગ તરીકે યશ મહેતાને વિતરાગ ટ્રેડીંગ – વિશાલ વસા તરફથી સોનાનો ચેઈન અને બીજા નંબરે સ્મીત પરીખને ગેલેકસી સાઈકલ અનીષભાઈ વાધર તરફથી સાઈકલ, ત્રીજા નંબરે હીત શાહને ભારત સાઈકલ – જીગરભાઈ પારેખ તરફથી સાઈકલ, ચોથા નંબરે રક્ષીત વોરાને સજાવટ ફ્રેબીકસ તરફથી સજાવટ + 4ફોનનાં વાઉચર, પાંચમા નંબરે જીનેશ દોશીને સજાવટ તરફથી સજાવટ + 4ફોનનાં વાઉચર, છઠ્ઠા નંબરે મનન વોરાને સજાવટ તરફથી સજાવટ + 4ફોનનાં વાઉચર, સાતમા નંબરે હર્ષીત શાહને સીલ્વર કોઈન ઈનામો આપી નવાઝવામાં આવેલ હતા.

જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીગ્નેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણીએ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી. જે બદલ તેઓનું બહુમાન કરી આભાર વ્યકત કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.