Abtak Media Google News

આચાર્ય યશોવિજયજી મહારાજના વ્યાખ્યાનનું આયોજન

વર્તમાન સમયમાં જયારે નાના વેપારીઓ મંદીના માહોલમાં મુંઝવણ અનુેભવી રહ્યા છે. ત્યારે મણિભદ્ર બિઝનેસ બાજાર એકિઝબીશન કમ સેલ દ્વારા વ્યાજબી દરે વધુમાં વધુ વેચાણ કરી અને લોકો અને વેપારીઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કરાયો છે.

આ પ્રસંગે વેપારીઓની કુનેહ વડે કેવી રીતે તળેટીથી શિખર સુધી પહોંચી શકાય તેની ચાવી સમજાવતું વ્યાખ્યાન પરમ પૂજન યશોવિજયજી મહારાજ દ્વારા આપવામાં આવશે. જેમાં મુકેશમાંથી મુકેશ અંબાણી, અનિલ માંથી અનિલ અંબાણી, સચિનમાંથી સચિન તેંડુલકર કઇ રીતે બની શકાય તેની પ્રેરણા દાયક વાતો આચાર્ય દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આશીર્વાદ અને માંગલીક દ્વારા આ બજારને ખુલ્લી મુકવામાં આવશે.

આચાર્ય નું પ્રવચન તા. ૫-૫ રવિવારે સવારે ૯ થી ૧૦.૩૦ ત્યારબાદ પ્રર્દશન સવારે ૧૦.૩૦ થી રાત્રીનાદસ સુધી હોટલ કોકા ગેલેરી, હરિભાઇ હોલની બાજુમાં ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે યોજાશે. જૈન બિઝનેસમેન એન્ડ વુમનના બીઝનેસ નેટવકીંગ અને વેચાણ- વૃઘ્ધી દ્વારા આર્થિક વિકાસના અનોખા અભિગમ સાથે ના આ બાઝાર પ્રદર્શન કમ સેલનો લાભ જાહેર જનતા કોઇપણ જાતની પ્રવેશ ફી ચુકવ્યા વિના લઇ શકશે અને એક જ સ્ળેથી ફુડ પ્રોડકટ-આર્ટ એન્ડ ક્રાફટ – હોબી કલાસીસ- સ્કુલ- કોલેજ અન્ય પ્રોડકટસ સર્વીસીઝ મળેવી શકશે.

મહાવીર માણીભદ્ર ગ્રુપ દ્વારા યોજાયેલા આ પ્રદર્શનને સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ જૈન સંસ્થાઓ દ્વારા ખુબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. વધુ વિગતો માટે સંપર્ક મનીષ પારેખ ૯૯૭૪૦ ૯૦૭૦૯, ગૌરવ દોશી ૮૮૨૦૦ ૯૯૯૯૯, રાજેશભાઇ ગાંધી, હિમાંશુભાઇ મહેતા, નમીબહેન દોશી, ફાલ્ગુનીબહેન મહેતાએ આ એકઝીબિશનનો વધુમાં વધુ લાભ લોકો લ્યે  તેવી અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.