Abtak Media Google News
  • મતદાનના ગણતરીના કલાકો અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ
  • રાજકોટ શહેર અને જિલ્લાના હોદેદારો, ચૂંટણી ઇન્ચાર્જ અને ઉમેદવારો સાથે ચૂંટણીલક્ષી બેઠક મતદારોને ભાજપ તરફી ખેંચી લાવવા માર્ગદર્શન આપ્યું: ઉમેદવારો સાથે પણ વન ટુ વન મિટીંગ

Dsc 2121

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે બપોરે ઓચિંતા રાજકોટની મૂલાકાતે દોડી આવ્યા હતા. તેઓએ નવનિર્મિત શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે શહેર અને જિલ્લાના હોદ્ેદારો તથા ભાજપના ઉમેદવારો અને ચૂંટણી ઇન્ચાર્જ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં. મતદાનના અંતિમ કલાકોમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવા માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપ કોઇપણ ભોગે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ આઠેય બેઠકો જીતવા માંગી રહ્યું છે.

Dsc 2121

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભા બાદ શહેરમાં ભાજપ તરફી ચિત્ર થોડું મજબૂત બન્યું છે. આવામાં મતદારોને બૂથ સુધી ખેંચી લાવવા પણ જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમેદવારો સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષે વન ટુ વન બેઠક કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરની ચારેય બેઠકો ઉપરાંત જિલ્લાની ચારેય બેઠકો પર હાલની સ્થિતિની તેઓએ સમિક્ષા કરી હતી.

Dsc 2124

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અલગ-અલગ જિલ્લાઓની સરપ્રાઇઝ વિઝીટ કરી રહ્યાં છે. આજે સવારે તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મૂલાકાત લીધી હતી અને સંગઠનના હોદ્ેદારો, ભાજપના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. દરમિયાન તેઓ બપોરે રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. ‘કમલમ્’ સી.આર.પાટીલ અને પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર અને કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી મનિષ ચાંગેલા, નાગદાનભાઇ ચાવડા ઉપરાંત રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ, પશ્ર્ચિમ બેઠકના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ, દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરિયા સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

 

Dsc 2124

ત્યારે તેઓએ સંગઠનના હોદ્ેદારો અને ઉમેદવારોને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શક્ય તેટલા મતદારોને બૂથ સુધી ખેંચી લાવવા તાકીદ કરવામાં આવી હતી. આજે જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઇ સરવૈયાનું દુ:ખદ અવસાન થતાં તેઓને બેઠક શરૂ થાય તે પૂર્વે બે મિનિટનું મૌન પાડી અંજલી અર્પણ કરવામાં આવી હતી. ભાજપ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રતિભારની પણ કચાશ રાખવા માંગતું નથી. ચૂંટણીલક્ષી તૈયારીઓ અને મતદારોનો મિજાજ જાણવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજયના ગમે તે જિલ્લામાં ઓચિંતી મુલાકાત લે છે અને સંગઠનના હોદેદારો તથા ચૂંટણી લડતા ઉમેદવારો સાથે બેઠક યોજી ભાજપ તરફી અને વિરોધી માહોલની સમીક્ષા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.