Abtak Media Google News

ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં નવા 10 મંત્રીઓનો  સમાવેશ કરાય તેવી સંભાવના ચૂંટણી સમયે ખંતથી કામ કરનારને બોર્ડ – નિગમમાં સાચવી લેવાશે

1પમી ગુજરાત વિધાનસભાની રચનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતાના મંત્રી મંડળમાં માત્ર 16 મંત્રીઓને સ્થાન આપ્યું છે. એક મંત્રી પાસે ચારથી પાંચ વિભાગનો હવાલો હોવાના કારણે કામનું ભારણ રહે છે. પરર્ફોમન્ટ આપી શકતા નથી. આગામી એકાદ પખવાડીયામાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. બોર્ડ નિગમમાં પણ ટુંક સમયમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેકટરોની વરણી કરવામાં આવશે. ટિકીટ માટે પ્રબળ દાવેદાર હોવા છતાં કોઇ કારણોસર ટિકીટ ન મળવા છતાં ખંત અને પ્રમાણીકતાથી પક્ષ માટે કામ કરનારાઓને બોર્ડ – નિગમમાં સાચવી લેવામાં આવશે

ગુજરાતના મુખ્યમંત્રી પદે ગત 1રમી ડિસેમ્બરના રોજ ભુપેન્દ્રભાઇ પટેલે બીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા  1પમી વિધાનસભામાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો માટે સત્તારૂઢ  થયું છે. વિક્રમ જનક બેઠકો મળવા છતાં મંત્રીમંડળમાં માત્ર  16 મંત્રીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ, મહેસાણા, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, રાજકોટ, મહિસાગર, પાટણ, દાહોદ, અમદાવાદ, સુરત, અરવલ્લી અને તાપી જિલ્લાને પ્રતિનિધિત્વ  આપવામાં આવ્યું હતું. તોતીંગ લીડ સાથે સીટ આપવા છતાં અનેક જિલ્લાઓને સરકારમાં સ્થાન મળ્યું નથી.

હાલ એક એક મંત્રી પાસે ચાર થી પાંચ વિભાગોનો હવાલો હોવાના કારણે કામનું ભારણ રહે છે. મંત્રી મંડળના વિસ્તારતાની છાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. દરમિયાન તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અચાનક નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. દરમિયાન  ગત સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી, ઉપરાંત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, અને સંગઠન મહામંત્રી સાથે બેઠક યોજી હતી. નવી સરકાર રચાયાને ત્રણ માસનો સમય વીતી ગયો હોવા છતાં કોઇપણ મંત્રી પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકયા નથી. કામનું ભારણ વધુ હોવાના કારણે પ્રદર્શન પર અસર પડી રહી છે તેવું મનાઇ રહ્યું છે. બીજી તરફ લોકસભાની ચુંટણીના આડે હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મંત્રી મંડળનું વિસ્તરણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.  ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં હજી 11 મંત્રીઓનો સમાવેશ કરી શકાય તેમ છે. મંત્રી મંડળના વિસ્તરણમાં 10 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે તચેવી અટકળો હાલ ચાલી રહી છે.

જે જિલ્લાને અગાઉ સ્થાન આપવામાં આવ્યું નથી તે જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. હાલ મંત્રી મંડળમાં એક જ મહિલા મંત્રી ભાનુભાઇ બાબરીયા છે આવામાં વિસ્તરણમાં એક થી બે મહિલા ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવે તેવી સંભાવના હાલ નકારી શકાતી નથી. આગામી ર9મી માર્ચના રોજ બજેટ સત્ર પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારબાદ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવું મનાય રહ્યું છે. ભાજપ હાઇકમાન્ડે ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાનું નકકી કરી લીધું છે. ટુંક સમયમાં તેની સત્તાવારા ધોષણા કરવામાં આવશે.

બીજી તરફ બોર્ડ – નિગમમાં પણ નવી નિમણુંક કરવાની પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. વર્ષોથી પક્ષ માટે વફાદારી કામ કરનારાઓ અને ટિકીટ માટે પ્રબળ દાવેદાર હોવા છતાં જે નેતાને સમીકરણોના કારણે ટિકીટ આપી શકાય નથ. અને ટિકીટ ન મળવા છતાં કમળને જીતાડવા માટે પરિશ્રમન પરાકાષ્ઠા સર્જનાર નેતાઓને બોર્ડ- નિગમમાં હોદો આપવામાં આવશે તેવું મનાય રહ્યું છે. ભાજપે ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર6 બેઠકો ફતેહ કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી. જેના ભાગરુપે મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને બોર્ડ – નિગમમાં પણ ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેકટરની નિયુકિત કરવામા આવશે.બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ રાજય સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મંડળનું પણ વિસ્તરણ કરાય તેવી અટકળો ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.