Abtak Media Google News

કેબિનેટ મંત્રીઓને અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશ ફાળવાયા જયારે રાજય કક્ષાના મંત્રીઓને માત્ર અંગત સચિવ-મદદનીશ ફળાવાયા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારના આઠ કેબિનેટ મંત્રી  અને આઠ રાજય કક્ષાના મંત્રીઓ માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની ફાળવણી કરવામાં આવી છે.નાણામંત્રી કનુભાઇ દેસાઇના અંગત સચિવ તરીકે કે.કે. પટેલ, અધિક અંગત સચિવ તરીકે નિરવ પટેલની, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના અંગત સચિવ તરીકે બાલમુકુંદભાઇ પટેલ, અધિક અંગત સચિવ તરીકે કૌશિક ત્રિવેદી, અંગત મદદનીશ તરીકે હિતેશભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અંગત સચિવ તરીકે કિશોર રાઠવા, અધિક અંગત સચિવ તરીકે હર્ષવર્ધન સોલંકી, અંગત મદદનીશ તરીકે અંકિત પટેલની ઉઘોગમંત્રી બલવંતસિંહ રાજપુતના અધિક અંગત સચિવ તરીકે નરેન્દ્રભાઇ રાજપુત અને અંગત મદદનીશ તરીકે દિગપાલ પરમારની પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અંગત સચિવ તરીકે ચેતનભાઇ ગણાત્રા,  અધિક અંગત સચિવ તરીકે શિવરાજભાઇ ઝીલવા, અંગત મદદનીશ તરીકે આશિષ મિત્રા, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના અંગત સચિવ તરીકે દિવ્યાંગ આર. પટેલ, અધિક અંગત સચિવ તરીકે કૌશિકભાઇ મોદી અને અંગત મદદનીશ તરીકે સંકેતસિંહ વાઘેલાની શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ કિંડોરાના અંગત સચિવ તરીકે મેહુલ વસાવા, અધિક અંગત સચિવ તરીકે અજયસિંહ ઝાલા અને અંગત મદદનીશ તરીકે ચિરાગ પટેલ જયારે સામાજીક ન્યાય અને અધિકારીના મંત્રી ભાનુબેન બાબરીયાના અંગત સચિવ  તરીકે ડી.કે. જોશી, અધિક અંગત સચિવ તરીકે એ.પી. મકવાણા અને અંગત મદદનીશ તરીકે આરતીબેન ઠાકરની નિમણુંક કરાય છે.ગૃહ રાજય મંત્રી  હર્ષભાઇ સંઘવીના અંગત સચિવ તરીકે આશિષભાઇ વાળા અને અંગત મદદનીશ તરીકે વિજયભાઇ રબારી, સહકારી મંત્રી જગદીશ વિશ્ર્વકર્માના અંગત સચિવ તરીકે અજયભાઇ પટેલ અને અંગત મદદનીશ તરીકે પાર્થીવ પટેલ, પશુપાલન અને  મત્સ્યોઉઘોગ મંત્રી પરસોતમભાઇ સોલંકીના અંગત સચિવ તરીકે એન.એન. ચાવડા અને અંગત મદદનીશ તરીકે નિમિશભાઇ પટેલની પંચાયત મંત્રી બચુભાઇ ખાબડના અંગત સચિવ તરીકે પી.એન. વસૈયા અને અંગત મદદનીશ તરીકે ભરતભાઇ જોશી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના અંગત સચિવ તરીકે એલ.કે. જોગલ અને અંગત મદદનીશ તરીકે દિગ્વીજય જોગીયાની, સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરિયાના અંગત સચિવ તરીકે રાજેશભાઇ ભોગાયતા અને અંગત મદદનીશ તરીકે સાગર પલસાણાની અન્ન પુરઠવા મંત્રી ભીખુસિંહ પરમારના અંગત સચિવ તરીકે ભરતભાઇ પટેલ અને અંગત મદદનીશ તરીકે અરવિંદસિંહ વાઘેલાની અને શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ હળપતિના અંગત સચિવ તરીકે જે.એ. ગામિત અને અંગત મદદનીશ તરીકે ધર્મેશ મકવાણાની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.