Abtak Media Google News

ટ્રાયના નિર્ણય સામે કેબલ ઓપરેટરો લડી લેવાના મુડમાં: ‘અબતકની મુલાકાત દરમિયાન રોષ ઠાલવ્યો

સૌરાષ્ટ્ર-કચ્છ કેબલ ઓપરેટર એસોસીએશન દ્વારા ટ્રાયના વિરોધમાં આંદોલન કાર્યક્રમ ઘડી કાઢવા માટે કેબલ ઓપરેટરોએ આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન રોષ ઠાલવ્યો હતો. આજે સાંજથી સૌરાષ્ટ્ર-કચ્છના કેબલ ઓપરેટરો ૨૭ કલાક દરમિયાન બ્લેક આઉટ કરશે. ટ્રાયના નિર્ણયના વિરોધમાં કેબલ ઓપરેટરો લડી લેવાના મુડમાં છે. આ મુદ્દે ‘અબતક’ની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ કેબલ ઓપરેટર એસો.ના પ્રમુખ સહિતના સભ્યોએ રોષ ઠાલવ્યો હતો.

Advertisement

ટ્રાયના નિર્ણય બાદ ગ્રાહકોને વધારે રકમ ચૂકવવી પડે તેમ હોય, ઉપરાંત આ નિર્ણયના કારણે લગભગ ૩૦ વર્ષથી આ ક્ષેત્રે ધંધો કરનાર દેશના લગભગ ૬૦ થી ૭૦ હજાર કેબલ ઓપરેટરો બેકારીના ભરડામાં અથડાય તેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ એસો.ના પ્રમુખ દિલીપસિંહે જણાવ્યું હતું કે, અમારા દ્વારા ૩૦૦ રૂપિયામાં ૪૫૦થી વધુ ચેનલો બતાવવામાં આવે છે. અમારા જેવી સર્વિસ બીજા કોઈ આપી શકતા નથી. બ્રોડકાસ્ટના વહીવટની કાંઈ જ ખબર પડતી નથી. ટ્રાય નવા નિર્ણય મોટી કંપનીઓને ફાયદો કરાવી દેવાનો કારસો હોય તેવું લાગી રહ્યું છે. અમે ગ્રાહકોનો વિશ્ર્વાસ અત્યાર સુધી જાળવી રાખ્યો છે અને આગામી સમયમાં પણ વિશ્ર્વાસ જાળવી રાખવા ઈચ્છીએ છીએ.

ટીવી સ્ક્રીન ફેમીલી સ્ક્રીન છે કોઈ ટચ સ્ક્રીન નથી, આજે દરેક ઘરમાં સભ્યોને અલગ અલગ ચેનલો જોવી હોય છે તો અમારા દ્વારા અત્યાર સુધી ઓછા ભાવે વધુ ચેનલ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ટ્રાયના આ નિર્ણયનો સૌરાષ્ટ્ર-કચ્છ ઓપરેટર એસો. કાળો વિરોધ કરીએ છીએ અમે પબ્લિકનો પણ ઓપીનીયન લીધો છે.ગ્રાહકોને પણ અમારા કેબલથી સંતોષ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ત્યાંના લોકો વર્ષના અંતે જ કેબલના રૂપિયા આપતા હોય છે અમે તમામ પ્રકારની સુવિધા ગ્રાહકોને આપી છે. ડીટુએચ ચેનલના જ ૧૩૦ પ્લસ જીએસટી ૧૫૪ રૂપિયાની આસપાસ થશે.

આમ લોકોને જે ભાવે ચેનલ જોવા મળતી તેનાથી ચાર ગણો વધારે ભાવ આપવો પડશે. ટ્રાય દ્વારા આ નિર્ણયમાં ફેરફાર નહીં થાય તો કેબલ ઓપરેટરો દ્વારા આગામી સમયમાં દિલ્હી કુચ કરવામાં આવશે. આજે સાંજે ૭ થી કાલ રાતના ૧૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર કચ્છ કેબલ ઓપરેટર એસો. દ્વારા બ્લેક આઉટ કરવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં અમારા ગ્રાહકો પાસે સહીં ઝુંબેશ લઈને સરકારને ઉપર સુધી મોકલવામાં આવશે. ટ્રાય જો આ નિર્ણય પાછો નહીં લેત ફેસ-૩ અને ફેસ-૪માં કેબલ ઓપરેટરો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડશે.

કેબલ ઓપરેટરો સાથે પ્રજાના ઓપીનીયન પોલમાં ટીમ અબતક મંતવ્ય લેશે

ટ્રાયના નિર્ણયના વિરોધમાં સૌરાષ્ટ્ર-કચ્છ કેબલ ઓપરેટર એસો. દ્વારા રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના ગ્રાહકોનો ઓપીનીયન પોલ લેવાની છે જેમાં ટીમ ‘અબતક’ દ્વારા પ્રજાનું મંતવ્ય લેવામાં આવશે. ટ્રાયે જાહેર કરેલા રેટ ઉપરાંત જીએસટી અલગથી લાગશે એટલે કે ફ્રી ટુ એલ ચેનલના ૧૩૦ પ્લસ જીએસટી એટલે કે ૧૫૪ રૂપિયાની આસપાસ ભાવ લાગશે. લોકોને જે ભાવે ચેનલ જોવા મળતી તેનાથી ચાર ગણો વધારે ભાવ આપવો પડશે. ટ્રાય દ્વારા આ નિર્ણયમાં ફેરફાર કરવાની માટેની માંગ કરવામાં આવી છે. ટ્રાયના આ નિર્ણયથી કેબલ ઓપરેટરોમાં ભારે રોષ ફેલાયો છે જેને લઈ કાલથી કેબલ ઓપરેટરો પોતાના ગ્રાહકોની સહીં ઝુંબેશ હાથ ધરવાના છે. જેમાં ટીમ ‘અબતક’ પણ સાથે રહીને ગ્રાહકોના મંતવ્યો લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.