Abtak Media Google News

3 વર્ષ પછી ભાવ વધારો આવતા વિવિધ ચેનલોના ભાવમાં 10 ટકા વધ્યા !!!

સમગ્ર ભારતમાં હાલ મોંઘવારી જે રીતે વધી છે તેનાથી દરેક ક્ષેત્રને અસર પણ પહોંચી છે . અનેક ક્ષેત્રોમાં ક્યાંક ભાવ વધ્યો છે તો ક્યાંક ભાવ ઘટયો પણ છે ત્યારે મનોરંજન ક્ષેત્રની જો વાત કરવામાં આવે ત્યારે કેબલ ઓપરેટરો આ ભાવ વધારાથી ના ખુશ થયા હોય તેવું ચિત્ર હાલ સામે આવ્યું છે.  છેલ્લા ત્રણ વર્ષ બાદ ફરી એક વખત ચેનલોના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે કેબલ ઓપરેટરો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે તેઓનું માનવું છે કે જે ભાવ વધારો ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે તેનાથી ગ્રાહકો સંતુષ્ટ નહીં થાય અને માંગમાં પણ તેની અસર જોવા મળશે. સામે ટીવી ચેનલો નું માનવું છે કે જે ભાવ વધારો નોંધાયો છે તે ખૂબ જ નોમિનલ છે જેનાથી ગ્રાહકોને કોઈ પ્રકારની નકારાત્મક અસર નહીં પડે.

ચેનલોના માલિકોએ તેમની ચેનલ માટેના નવા ભાવ લાગુ કર્યા છે. એટલુંજ નહીં  ચેનલના બુકે મા પણ ભાવ વધારો નોંધાયો છે. સોની પિક્ચર નેટવર્ક ના રાજેશ કોલે જણાવ્યું હતું કે તેમના બેઝ બુકે ચેનલ જેમાં ચેનલોનો સમૂહ આવવી લેવામાં આવતો હોય તે બુકેમાં 10% નો વધારો કર્યો છે જે સહેજ પણ વધુ નથી કારણ કે આજે ભાવ વધારો આવ્યો છે તે ત્રણ વર્ષના સમયગાળા બાદ આવ્યો છે.

કેબલ નો ઉપયોગ કરતા લોકો મહત્તમ બેઝ બુકે ચેનલો ની પસંદગી કરતા હોય છે જેમાં 80 ટકા ગ્રાહકો જોડાય છે ત્યારે 10 ટકાનો ભાવ વધારો તેમને સહેજ પણ અસર કરતા નહીં રહે. એટલું જ નહીં સામે 10 થી 12 ટકા ગ્રાહકો માં પણ વધારો થયો છે. એટલું જ નહીં ઉત્કૃષ્ટ મીડિયા કંપનીના માલિકોનો માનવું છે કે જે રીતે ભારતમાં મોંઘવારીનો દર જોવા મળી રહ્યો છે તેની સામે ચેનલ હોય 8 થી 10 ટકાનો ભાવ વધારો કર્યો છે જે આવકાર્ય છે અને લોકોને પણ સહેજ પણ અગવડતા નો સામનો નહીં કરવો પડે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.