Abtak Media Google News

અવનવી શૈક્ષણીક સામાજીક પ્રવૃતિ દ્રારા વિદ્યાર્થીઓને અનેરુ માર્ગદર્શન આપવામા અવ્વલ રહેતી મૂળી તાલુકાના સરલા ગામની સરકારી ઉ.માશાળામા તાજેતરમા

ગુજરાત રાજયમા મિશનવિદ્યા અતર્ગત વાંચન લેખન ગણન ની અસરકારક પ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે સરલા ગામની સરકારી ઉ.માશાળા ના આચાર્ય ડી ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની લેખન કલા વધુ વિકસે  ઝડપી અને સ્વસ્છ લેખનની ટેવ પડે તેવા આશય થી ધો ૧૧-૧૨ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ જેમા પ્રથમ ક્રમે સંજના અગોલા અને ખેતાભાઇ રબારી. બીજા ક્રમે ડીમ્પલ મટુડીયા અને ત્રીજા ક્રમે સુનિતા સાપરા વિજેતા બનેલ હતા માતૃભાષાના શિક્ષક વારીસભાઇ ભટ્ટીએ સુલેખનનુ અનેરુ મહત્વ સમજાવી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ શાળા પરિવારે જહેમત ઉઠાવી સ્પર્ધા રોમાચંક બનાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.