Abtak Media Google News

Table of Contents

આજકાલ શાળાનાં એડમીશન વખતે બાળકોની પ્રવેશ ટેસ્ટ લીધા બાદ જ પ્રવેશ અપાય છે: બાળકોની વય – કક્ષા મુજબ મૂલ્યાંકનના માપ દંડ  અલગ હોવા જરૂરી : નાના બાળકોમાં જીજ્ઞાસા વૃત્તિ વધુ હોવાથી નવું – નવું જાણવાની તાલાવેલી વધુ હોય છે

બાળકોમાં રહેલી છૂપી કલાને ઓળખીને તેને તેમાં પ્રોત્સાહન આપવું તે શિક્ષકની પ્રથમ ફરજ ગણાય: છાત્રોનું સમગ્ર વર્ષ  દરમ્યાન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં શિક્ષકની ભૂમિકા અહંમ

બાળકને ખબર પણ ના પડે તેવી રીતે સતત મોનીટરીંગ, માર્ગદર્શન અને મૂલ્યાંકન શિક્ષક કરે તો વિકાસ ઝડપી બને: ગોખણીયા જ્ઞાનથી કયારેય વિદ્યાર્થીનુ સાચું  મૂલ્યાંકન ન થઇ શકે : વર્ગ ખંડની દરેક સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લે તો બાળક વિષયોની મૂલ્યાંકન ટેસ્ટમાં નબળો પણ હોય શકે

પરીક્ષાનું જીવન કે જીવનની પરીક્ષા આજકાલ તો વીકલી ટેસ્ટનો યુગ આવી ગયો છે. પ્રાચીન કાળમાં ગુરુકુળ પઘ્ધતિમાં પરીક્ષા કે ડીગ્રી હતી જ નહીં છતાં બધા છાત્રોને બધુ જ આવડી જતું હતું, વર્ષોથી આપણા શિક્ષણની જરૂરિયાત છે. છાત્રોની વય- કક્ષા મુજબ તેનું મૂલ્યાંકન થવું જરુરી છે. બાળકોને ટેસ્ટનો ભાર ન લાગવો જોઇએ. મનો વિજ્ઞાન પણ ભાર વગરના ભણતરની હિમાયત કરે છે ત્યારે બાળકો કે છાત્રોના ટીચર તેનો ઊંડો અભ્યાસી હોવો જરુરી છે. આજે તો વિકલી ટેસ્ટમાં દર શનિવારે બે કે ત્રણ વિષયની પરીક્ષા બાળકોની લેવાય છે ત્યારે ગોખણીયા જ્ઞાનનો વ્યાપ છાત્રોમાં વધી રહ્યો છે, આવા જ્ઞાનની કસોટી લેવાથી કયારેય છાત્રનું સાચુ મૂલ્યાંકન થઇ ન શકે.

સાચી મૂલ્યાંકન પઘ્ધતિ વર્ગખંડના તમામ છાત્રોનું સતત અને સર્વ ગ્રાહી મૂલ્યાંકન છે. જેમાં તમામ પ્રકારનાં શિક્ષણના પાસા આવરી લઇને વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે. બાળકોની વય – કક્ષા મુબજ મૂલ્યાંકનના માપદંડ અલગ અલગ હોવા જરુરી છે. વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસા વૃત્તિ વધારે હોવાથી તેનામાં નવું નવું જાણવાની તાલાવેલી વિશેષ જોવા મળતી હોય છે. વર્ગ ખંડની ઇત્તર પ્રવૃત્તિમાં કે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીની સક્રિય સામેલગીરી જ તેના મૂલ્યાંકનનો  રાહ આસાન બનાવે છે. ઘણી વાર આવી પ્રવૃતિમાં સક્રિયતા દાખવતો છાત્ર જ અન્ય વિષયોમાં નબળો પણ જોવા મળે છે. બાળકને ખબર પણ ના પડે તેવી રીતે તેનું મૂલ્યાંકન અને સતત અને સક્રિય મોનીટરીંગ સાથે જરુરી માર્ગદર્શન પણ તેનો સંર્વાગી વિકાસ ઝડપી બનાવે છે.

છાત્રોના શૈક્ષણીક વિકાસ અને તેના સંર્વાગી વિકાસ માટે વાલીઓનો સહયોગ પણ આવશ્યક છે. બાળકની નિયમિતતા સ્વચ્છતા, વર્ગ શિક્ષકને મળવું, બાળકમાં વિવિધ ગુણોનું સિંચન કરવું, નિયમિત ગૃહ કાર્ય કરાવવું, વડીલોને આદર આપવાની વાત, પોતાના સંતાનોના શોખમાં પ્રોત્સાહન શાળાની દરેક પ્રવૃતિમાં ભાગ લેવા સહકાર, અને ભાઇચારા, એકાગ્રતા, શિસ્ત જેવી વિવિધ બાબતોમાં શાળા છુટયા બાદ બાળક ઘરે જ હોવાથી તેનામાં ઘ્યાન અને સમય ફાળવવો જરુરી છે. પ્રથમવાર બોલતા બાળક ઘરેથી શીખે છે. તેથી માતા- પિતા, પરિવારે પોતાના વર્તનમાં પણ પરિવર્તન લાવવું જરુરી છે. બાળક આસપાસના પર્યાવરણમાંથી વિશેષ શીખતો હોવાથી ઘણી કાળજી માતા-પિતાએ લેવી પડે છે. શિક્ષકની સાથે મા-બાપનો પણ સંર્વાગી વિકાસમાં ફાળો હોય છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (ૠઈઊછઝ) દ્વારા ધો. 1 થી  8 ના શિક્ષકો માટે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટે શિક્ષક માર્ગ દર્શિકા બહાર પાડી છે. વિષયવાઇઝ સંત્રાંત મૂલ્યાંકનમાં વિષયવાઇઝ ટુકા પ્રશ્ર્ન જવાબ વર્ણનાત્મક પ્રશ્ર્નો સાથે અતિ ટુકા જવાબી પ્રશ્ર્નો તૈયાર કરવા જરુરી છે. અર્થવિસ્તાર, વિધાન સમજવા, પત્ર લેખન, ભાષાંતર, નિબંધ વિગેરે સર્વ ગ્રાહી મૂલ્યાંકન બાબતે શિક્ષકે તૈયારી કરવી જરુરી છે. આજની ર1મી  સદીમાં કેળવણી દ્વારા વિદ્યાર્થીઓને નુતન પરિપ્રેક્ષ્યમાં સર્વગ્રાહી શિક્ષણ આપીને તેનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી તેમનામાં નૈપુણ્ય ઉત્પન કરવું જોઇએ જેનાથી નવા યુગમાં તેમના જીવનનો સંર્વાગી વિકાસ સાધવામાં સફળ થાય છે. આજે તો સેમેસ્ટર પઘ્ધતિ હોવાથી બાળકોનું ભારણ ઘટયું છે.

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના એક શૈક્ષણીક અને બીજું સહ શૈક્ષણિક મૂલ્યાંકન જેવા બે પ્રકાર છે. શાળા કક્ષાએ ભણાવાતા વિષયોની ઉપલબ્ધી (આઉટ કામ) જાણવા અને કેટલી સિઘ્ધી મેળવી તે જોવાય છે. બાળકની બુઘ્ધિમત્તા સાથે જોડાયેલ બાબતોનો સમાવેશ શૈક્ષણિક ક્ષેત્રમાં થાય છે. શૈક્ષણીક મૂલ્યાંકનમાં અભ્યાસ ક્રમ, એસાઇનમેન્ટ, પ્રોજેકટ વર્ક, પ્રાયોગિક વર્ક, મૌખિક કાર્ય વિગેરે પ્રવૃતિઓ દ્વારા અઘ્યન અનુભવો આપીને મૂલ્યાંકન કરાય છે.  બાકળનું રચનાત્મક મૂલ્યાંકન, સંત્રાંત મૂલ્યાંકન, સ્વ. અઘ્યયન કાર્ય, પ્રતિનિધિ રુપ અઘ્યયન ઉપલબ્ધિઓ જ વિધાનો જોવા જરુરી છે. રચનાત્મક મૂલ્યાંકનમાં શાળા ના આચાર્યની ભૂમિકા મહત્વની ગણાય છે. વિવિધ સ્પર્ધામાં ભાગ લેવો તે પણ મૂલ્યાંકનનો ભાગ ગણાય છે.

આજની મૂલ્યાંકન સ્થિતિમાં એક માર્ગી અને નિષ્ક્રીય છાત્ર, જ્ઞાન મેળવે પણ ગોખણપટ્ટીથી, બધા બાળકો એક સરખી ઝડપે શીખે, બાળકના અનુભવોને અવગણવામાં આવે વિગેરે સમસ્યા જોવા મળે છે. સર્વ ગ્રાહી મૂલ્યાકન ના ફાયદામાં વિદ્યાર્થી સશિય, જ્ઞાન સર્જન, ચિંતન, બાળકોના અધિકાર, બાળકના જ્ઞાનનું મુલ્ય સાથે દરેકની જરુરીયાત મુજબ શિક્ષણ છાત્રોને મળે છે.

આજના યુગમા શિક્ષકો કહે છે કે નાના બાળકોને શિક્ષણ આપવું અધરુ તો મોટા બાળકો કંટ્રોલમાં નથી રહેતા નાના બાળકોનું મૂલ્યાંકન અધરુ નથી પણ સહેલું છે કારણ કે તેનામાં નવું નવું જાણવાની વિશેષ વૃત્તિ સાથે તે સહઅભ્યાસિક પ્રવૃતિમાં માટીકામ, કાગળ કામ, રમત, રંગપૂરણી, જોડકણાં, બાળગીતો, ચિત્રો- આકૃતિઓ, સંગ્રહ પ્રવૃત્તિ, પ્રવાસ- પર્યટન, નાટયપ્રવૃતિ, વાતા કથન જેવી વિવિધ બાબતોના આધારે સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય છે. બાળક ગીતો – જોડકણાં કે રાષ્ટ્રગીત ગાય શકે છે જેવા વિષય વસ્તુ આધારીત મૂલ્યાંકન સાથે મૌખિક અભિવ્યકિત ને પણ મહત્વ આપવાનું છે. પશુ-પંખી પ્રાણીઓ નામ, દિશા ઓળખે, નાનુ મોટું, લાંબુ જાડુ સાથે વિવિધ વ્યવસાયોને ઓળખેએ જરુરી છે. સ્થાનીક તહેવારોની ઉજવણીમાં તેને સામેલ કરો અને તે જે જોવે છે. તેને તે વિષે બોલવાનું કહો જેથી તેની કલ્પના શકિત ખીલશે.

આ છે, ભારતના પાંચ મહાન શિક્ષકો

બાળકોના સંર્વાગી વકાસમાં અને બાળકોને જાતે ભણતો કરવામાં ‘શિક્ષક’ ની ભૂમિકા અહંમ છે. અપૂર્ણને પૂર્ણ બનાવે તે શિક્ષક સાવિત્રીબાઇ ફૂલે દેશના પ્રથમ મહિલા શિક્ષક હતા કે જેન છોકરીઓ માટે ઘણી શાળાઓ બનાવી હતી. રવિન્દ્રનાથ ટાગોરે પ્રવૃતિ દ્વારા શિક્ષણની વાત સાથે બાળકના શરીરિક અને માનસિક કૌશલ્યો વિકસાવવા નવો રાહ ચિંઘ્યો ચોથી  સદીમાં વિષ્ણુગુપ્ત કે કૌટિલ્ય તરીકે ઓળખાતા ચાણકય એક ભારતીય શિક્ષક હતા જેમણે નીતિ અને અર્થશાસ્ત્રના બે મહાન પુસ્તકો લખ્યા જે આજે પણ જ્ઞાનનો મહાકુંભ જેવા છે.

સ્વામી વિવેકાનંદે ગુરુકુળ પ્રણાલીને પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષણના કટ્ટર હિમાયતી એવા ડો. એપીજે અબ્દુલ કલામ માનતા કે શૈક્ષણીક ડિગ્રી મેળવવા ઉપરાંત વિદ્યાર્થીઓએ સફળ કારકીર્દી અને જીવન જીવવા માટે કુશળતા વિકસાવવી જોઇએ. ઉપયુકત પાંચ ભારતના મહાન શિક્ષકો હતા. શિક્ષકમાં બાળકને ધારે તે બનાવી શકવાની તાકાત છુપાયેલી હોય છે. તેમના શિસ્ત- ક્ષમા અને કરુણા નો ત્રિવેણી સંગમ હોવાથી જ ‘શિ… ક્ષ… ક… ’ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.