Abtak Media Google News

શું શુદ્ધ પાણી વિના આપણે જીવી શકીએ તેવું કોઈ વખત વિચાર્યું છે ? પાણી વિના જીવવું તેવો વિચાર પીએન આપણે નથી કરીશકતા તેમાં પણ પ્રદૂષણના કારણે આપણે વિવિધ કંપનીઓના R.O ઘરમાં નાખવ્ય હોય છે . આપણા ઘરમાં હવે RO સિસ્ટમ હોય એ બહુ નવી વાત નથી રહી. આનું મૂળ કારણ એ છે કે પાણી પ્રદૂષિત થતાં ચાલ્યાં છે અને તેમાં ડિસોલ્વ્ડ સોલીડ્સ એટલે કે ઓગળી ગયેલા ક્ષારથી માંડી કેમિકલ તેમજ બેક્ટેરિયલ અશુદ્ધિઓ ભળે છે. શુદ્ધ પાણી રંગ અને ગંધ વિહીન, આ પ્રકારની અશુદ્ધિઓ વગરનું પેય પ્રવાહી છે. આમ ન બનતાં કોઈ પણ ગંધ અથવા રંગ કે અન્ય પ્રકારની ઓગળેલી અશુદ્ધિઓ નુકસાનકારક છે અને જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય તો આવા પાણીને કારણે બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન તેમજ જો ફ્લોરાઈડ, નાઇટ્રેટ, આર્સેનિક, સીસું જેવી અશુદ્ધિઓ હોય તો શરીરના અન્ય અંગો ઉપર વિપરીત અસર, ફ્લોરોસિસ કે અલ્ઝાઇમર અથવા પાર્કીન્સન્સ જેવા મગજના રોગો અથવા પથરી જેવા રોગો થાય છે. આની તકલીફથી બચવા માટે હવે ઘરે અથવા ઓફિસ માટે વોટર ફિલ્ટર તેમજ RO સિસ્ટમ લગાવવી જરૂરી બને છે.

Advertisement

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર R.O. સિસ્ટમ લગાવી અને પોતાના પીવાના પાણીને શુદ્ધ કરતા હોય છે. આજના સમયમાં કોઈ પણ કંપની પોતાનો ઉત્પાદ વેચવા R.O.ની મનઘડત કહાનીઓ રચી નાખી છે. જેથી કરીને મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર R.O. સિસ્ટમ ફીટ કરાવી અને તેના દ્વારા ફિલ્ટર થતું પાણી પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે હકીકતમાં R.O. પ્લાન્ટ ની અંદર તમારું પાણી શુદ્ધ થાય છે કે નહીં?

પહેલાના સમયમાં જ્યારે R.O.  સિસ્ટમ ન હતી ત્યારે પણ લોકો પીવાના પાણીને સાફ કરીને જ પીતા હતા. આમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ બીમાર પડતા ન હતા. તો શું તમે જાણો છો કે આજના સમયમાં મોટાભાગના લોકો વારંવાર બીમાર પડે છે તો તેની પાછળનું કારણ શું છે? લોકોના વારંવાર બીમાર પડવા પાછળનું કારણ તમારા ઘરની અંદર ફીટ કરવામાં આવેલી R.O.  સિસ્ટમ તો નથી? પીવાના પાણીને સાફ કરવા માટેની આટ-આટલી મફતમાં મળતી પદ્ધતિઓ હોવા છતાં પણ આજના સમયમાં લોકો હજારો રૂપિયા ખર્ચીને પોતાના ઘરમાં R.O.  સિસ્ટમ લગાવે છે, અને તેના દ્વારા સાફ થતું પાણી પીવે છે અને બીમાર પડતા હોય છે.

રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયા પાણીના શુદ્ધિકરણ દરમ્યાન કેટલાક જરૂરી ખનીજ તત્વો પણ પાણીમાંથી ખેંચી લે છે. આને કારણે કેટલાક કુદરતી ખનીજ જેવા કે લોહ (Iron), મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જે માનવ દેહ માટે જરૂરી છે તે પાણીમાંથી બહાર ખેંચાઇ જવાને કારણે શરીરમાં મિનરલ ડેફિસિયન્સી ઊભી કરે છે. વિટામિન બી-૧૨ની પણ ખોટ ઊભી થાય છે. આને કારણે શરીરની નશો ચઢી જવાથી માંડી બીજી અનેક દુવિધાઓ ઊભી થાય છે અને તે દૂર કરવા વિટામિન બી-૧૨ના ઇન્જેક્શનો લેવા પડે છે જે ખૂબ જ પીડાદાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.