Abtak Media Google News

આવતી શરમ, પોતાને લીધે પરિવારને પડતી મુશ્કેલીનો અપરાધભાવ, ર્આકિ ચિંતા અને મોતનો ડર વગેરે વ્યક્તિને હતાશા એટલે કે ડિપ્રેશન તરફ ધકેલી શકે છે. જોકે ૯૦ ટકા કેસ કાઉન્સેલિંગી ઉકેલી શકાય છે, પરંતુ અમુક કેસમાં દવાઓની મદદ લેવી પડે છે

કેસ-૧ મુલુંડમાં રહેતી બે બાળકોની માતા નીલાને જ્યારે ૩૨ વર્ષની નાની ઉંમરે બ્રેસ્ટ- કેન્સર જેવા રોગનું નિદાન યું ત્યારે તેના માટે આ રોગને જીરવવો સહેલો નહોતો. તેણે તેની મમ્મીને આ રોગમાં મૃત્યુના દ્વાર સુધી જતી જોઈ હતી અને મા વગરનું લાચાર જીવન પણ તેણે જીવ્યું હતું. અને આજે તે પોતે આ રોગનો ભોગ બની હતી ત્યારે તેને લાગ્યું કે હવે મૃત્યુ નક્કી છે અને તેનાં બાળકો પણ મા વગરનાં ઈ જવાનાં. હકીકત એ હતી કે તેનું કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં જ પકડાઈ ગયું હતું એટલે ડોક્ટરોએ પૂરી બાતમી આપી કે નીલા આ રોગમાંી બહાર આવી જશે, પરંતુ પોતાની અંદર ઘૂસી ગયેલા ડરને લીધે નીલાએ માનવા જ તૈયાર નહોતી. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નીલા માટે સાઇકોલોજિસ્ટની મદદ લેવામાં આવી. કાઉન્સેલિંગ, યોગ્ય ઇલાજ અને પરિવારજનોના સાી આજે નીલા સંપૂર્ણ સ્વસ્ છે.

કેસ-૨ વાલકેશ્વરના ભુલાભાઈને ૬૦ વર્ષે મોઢાનું કેન્સર યું. ભુલાભાઈ આખું જીવન કોઈના ઓશિયાળા બનીને જીવ્યા નહોતા અને આ કેન્સરને લીધે આવી પડેલા ખર્ચાએ તેમને હલાવી દીધા. બાળકો તેમને દેવું કરીને પણ બચાવવા તૈયાર હતા, પરંતુ પોતાની તમાકુની આદતને લીધે આજે આખો પરિવાર કેવો હેરાન ાય છે એ જોઈને ભુલાભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા. તેમણે ઇલાજ કરાવવાની સંપૂર્ણ ના પડી દીધી. ડોક્ટર પાસે જવા જ તૈયાર નહીં. પરાણે લઈ જાય તો હોસ્પિટલમાં ધમાલ કરી મૂકે. ઓરલ કીમો ચાલુ કરવાની હતી તો દવાઓ જ ન લે. આખો દિવસ એક રૂમમાં ભરાઈ રહે અને હદ તો ત્યાં ઈ જ્યારે એક વખત તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો. અંતે ડોક્ટરની સલાહ પ્રમાણે સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ ચાલુ કરી અને લગભગ બે મહિના પછી તે કેન્સરના ઇલાજ માટે માન્યા.

હેલ્પની જરૂર

કેન્સર એક એવો રોગ છે જે માનસિક રીતે સ્ટ્રોન્ગ માણસોને પણ નબળા બનાવી દેતો હોય છે. ઇલાજ ઘણા ઍડ્વાન્સ ઈ ગયા હોવા છતાં આ ઘાતક રોગ જ્યારે આવે છે ત્યારે દરદી માટે જ નહીં, સમગ્ર પરિવાર માટે એ ડિપ્રેશનનું કારણ બનતો હોય છે. અમુક સ્ટડીઝ મુજબ કેન્સરના ૨૫ ટકા દરદીઓ તેમના ઇલાજ દરમ્યાન ડિપ્રેશનનો ભોગ બને છે. આ બાબતે વાત કરતાં ફોર્ટીસ હેલ્કેર, મુલુંડનાં કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ ડોકટર કહે છે, કેન્સરનું નિદાન હંમેશાં આઘાત આપે છે. આ રોગ અને એનો ઇલાજ દરદી માટે જ નહીં, તેના ઘરના લોકો માટે પણ એટલાં જ ચેલેન્જિંગ બની જાય છે. જો ફક્ત દરદીની વાત કરીએ તો દરદીના મનમાં ભરાયેલો ડર, જીવનને લઈને ઉદ્ભવતી આશંકા અને પોતાને લીધે પરિવારને ભોગવવી પડતી હેરાનગતિનો અપરાધભાવ બધું જ મળીને દરદીને ડિપ્રેશન તરફ દોરી જતું હોય છે. ઘણા દરદીઓ આમાંી જાતે બહાર આવી શકતા હોય છે. ઘણાની સર્પોટ-સિસ્ટમ એટલી સ્ટ્રોન્ગ હોય છે કે એને કારણે તેઓ બહાર આવી જતા હોય છે, પરંતુ અમુક લોકો બહાર આવી શકતા ની. તેમના પર ઊંડી અસર ઈ હોય છે, જેને પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે છે.

નિદાન

કેન્સરના નિદાન પછી જ્યારે દરદી ઇલાજ માટે તૈયાર ાય ત્યારે એ ઇલાજ તેની અંદર ઘણા ઉતાર-ચડાવ લાવે છે. તેમનું બદલાયેલું શરીર, સતત અનુભવાતી અસર્મતા, પેઇન, દવાની સાઇડ-ઇફેક્ટ, અતિશય ાક અને મોતનો ડર દરદીમાં હતાશાનાં કારક બને છે. કેન્સરના દરદીને ડિપ્રેશન છે કે બીજી કોઈ માનસિક તકલીફ છે એ બાબતે નિદાન અત્યંત મહત્વનું છે. એ વિશે વાત કરતાં વોકહાર્ટ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલનાં ઑન્કોલોજિસ્ટ ડોકટર કહે છે, ૯૦ ટકા દરદીઓની હાલત ખરાબ ઈ જતી હોય છે, પરંતુ એ નેચરલ છે. જ્યારે તેમનું પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે ત્યારે તે ઠીક ઈ જતા હોય છે. ભાગ્યે જ કોઈ કેસમાં દવાઓની મદદ લેવી પડે કે દરદીને સાઇકિયાટ્રિસ્ટ પાસે મોકલવા પડે. મહત્વનું એ છે કે દરેક દરદીને કાઉન્સેલિંગની જરૂર તો પડે જ છે. એક ઑન્કોલોજિસ્ટ જો આ કામ કરે તો બેસ્ટ નહીંતર એક સાઇકોલોજિસ્ટની મદદ લઈ શકાય.

ડિપ્રેશનની કેન્સર પર અસર

જો વ્યક્તિને કેન્સર હોય અને સો-સો ડિપ્રેશન પણ આવે તો કયા પ્રકારની તકલીફો ઊભી ઈ શકે છે? શું ડિપ્રેશન વ્યક્તિના કેન્સરના ઇલાજમાં નડતરરૂપ બને છે ખરું? આ પ્રશ્નનો જવાબ આપતાં એસ. એલ. રાહેજા ફોર્ટિસ હોસ્પિટલ, માહિમના ક્ધસલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે, કેન્સર સામે લડવા માટે શારીરિક ઇલાજની સો- સો મક્કમ મનોબળની પણ જરૂર પડે છે. કેન્સર તો શું, કોઈ પણ ઇલાજમાં જો વ્યક્તિ ખુદ જ ઠીક વા ન ઇચ્છતી હોય તો કોઈ દવા તેને ઠીક ની કરી શકતી. ડિપ્રેશનમાં વ્યક્તિ એટલી હતાશ ઈ ગઈ હોય છે કે તે પોતાના ઇલાજ પ્રત્યે બેદરકાર બની જાય છે. જો કેન્સરનો દરદી ડિપ્રેસ્ડ હોય તો પહેલાં તો કાઉન્સેલિંગી જ એને એમાંી બહાર કાઢવાના પ્રયત્નો કરવા જોઈએ. તેનામાં આસ જગાવવી જોઈએ. પરંતુ જો એનાી ફાયદો ન ાય તો જ દવાઓની જરૂરિયાત પડે છે. પરંતુ એ હકીકત છે કે ડિપ્રેશન કેન્સરના ઇલાજને વધુ કઠિન બનાવે છે અને એને કારણે જ એને અવગણવું ન જોઈએ.

ગાઇડલાઇન્સ

કેન્સરનો દરદી ડિપ્રેશનમાં સરી પડ્યો હોય તેની સો શું કરવું અને શું ન જ કરવું એ બાબતે અમેરિકન કેન્સર સોસાયટીની ગાઇડલાઇન્સ જાણીએ.

શું કરવું?

  1. ડિપ્રેશન ધરવતી વ્યક્તિ કેન્સરનો કે ડિપ્રેશનનો પણ ઇલાજ કરાવવા તૈયાર હોતી ની. આ સમયે તેના ઘરના લોકોએ તેમને ઇલાજ ચાલુ રાખવા માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ. વળી જો ડિપ્રેશનની દવાઓી બે અઠવાડિયાંમાં ફરક ન દેખાય તો ડોક્ટરની સલાહ લઈને દવા બદલી શકાય.
  2. આ દરદીઓએ ફિઝિકલ ઍક્ટિવિટી ચાલુ રાખવી. વધુ ન ઈ શકે તો સામાન્ય વોક લેવી, પરંતુ જેટલું બને એટલું શરીર પાસેી કામ લેવું.
  3.  દરદીને બને ત્યાં સુધી એકલા ન છોડો. તેની મનગમતી પ્રવૃત્તિ કે વાતચીતમાં તેમને વ્યસ્ત રાખો.
  4. ઘણી વાર લોકો દરદીને દુ:ખી વા જ ન દેવાના અઢળક પ્રયત્નો કરતા હોય છે. હકીકત એ છે કે દુ:ખી વું નોર્મલ છે. મનમાં જે દુ:ખ હોય એ વ્યક્ત કરવું જરૂરી છે. એનાી ભાગો નહીં.
  5. નકારાત્મક વિચારો અને કોઈ જ આશા ન હોય એ સ્ટેટ જ ડિપ્રેશનની સૂચક છે. કાઉન્સેલિંગ અને દવાઓ સો એ ઠીક ઈ શકે છે. બસ, હિંમત અને ધીરજ બન્નેની જરૂર રહે છે.

શું ન જ કરવું?

  1. ભાવનાઓને પોતાની અંદર દબાવીને ન જ રાખો.
  2. સો-સો એ પણ મહત્વનું છે કે જ્યારે દરદી કંઈ બોલવા તૈયાર ન જ હોય ત્યારે તેને બોલવા માટે દબાણ ન કરો.
  3. પોતાને કે બીજાને આ અવસ માટે જવાબદાર ન ગણો.
  4. જ્યારે દરદી દુ:ખી હોય કે હતાશ હોય ત્યારે તેને ખુશ રહો-ખુશ રહો એમ વારે-વારે કહેવાની ભૂલ ન કરો.
  5. જ્યારે ઘરના લોકોને લાગે કે તેમના પ્રયત્નોી ફરક પડતો ની ત્યારે મેડિકલ હેલ્પ લેતાં ક્ષોભ ક્યારેય ન અનુભવવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.