Abtak Media Google News

નરેન્દ્ર મોદીનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનેલી ખાદી આ સમરમાં યંગસ્ટર્સનું પણ ફેશન-સ્ટેટમેન્ટ બની રહી છે

સ્વદેશીની ભાવના જેની સો વણાયેલી એ ખાદી ઉનાળા માટેનું બેસ્ટ ફેબ્રિક છે. એક સમયે ઇન્ડિયન ઇકોનોમીને બેઠી કરવા માટે ખાદી અપનાવવાની ચળવળ શરૂ ઈ હતી એ ખાદીને હવે યંગસ્ટર્સ ફેશન-સ્ટેટમેન્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પહેલાં ખાદી પોલિટિશ્યનોનું ફેબ્રિક ગણાતી હતી, પણ હવે એ ફેશનેબલ મેન અને વિમેન તા યંગસ્ટર્સના ડેઇલી વોર્ડરોબનું ફેબ્રિક બની ચૂકી છે.

કુરતા

મેન્સવેઅરમાં વધુ પોપ્યુલર બની રહી છે. કલર-કોમ્બિનેશનમાં ખાદીનો હાફ સ્લીવ કુરતો અને પાયજામો એ છે જે આ સમરમાં ઇન છે. આજના યંગસ્ટર્સ આ ડ્રેસિંગને વધુ પસંદ કરી રહ્યા છે એવું ઘાટકોપર (ઈસ્ટ)માં મેન્સ વેડિંગ વેઅર બનાવતા સુરાણા ડિઝાઇન સ્ટુડિયોના માલિક કેતન સુરાણાનું કહેવું છે. તેઓ કહે છે, આજના યુવાનો કેઝ્યુઅલ અને ફોર્મલ વેઅરમાં પણ ખાદીના ફેબ્રિકની ડિમાન્ડ કરે છે. એી આ સીઝનમાં અમે ખાદીનાં કપડાં ડિઝાઇન કયાર઼્ છે. મેન્સવેઅરમાં ખાદીમાં પાંચેક જેટલા લાઇટ કલર્સ વધુ ચાલી રહ્યા છે.

મેન્સવેઅરમાં નરેન્દ્ર મોદીની સ્ટાઇલની બંડી આજકાલ હોટ છે એમ જણાવતાં ફેશન- ડિઝાઇનર અર્ચના કોચર કહે છે, ખાદી માટે આજના યંગસ્ટર્સમાં અવેરનેસ આવી હોવાી હવે એ વધુ ને વધુ પોપ્યુલર બની રહી છે. એમાંય નરેન્દ્ર મોદી સ્ટાઇલનો શોર્ટ સ્લીવનો કુરતો અને મોદી જેકેટ વધુ હોટ છે.

કુરતી, ટયુનિક, ઝિપર્સ

વાસ્તવમાં ખાદી ઑર્ગેનિક અને ખૂબસૂરત ફેબ્રિક છે એમ જણાવતાં અર્ચના કોચર કહે છે, આ ફેબ્રિક કૂલ અને કમ્ફર્ટેબલ છે, પણ એનું મેઇન્ટેનન્સ વધુ આવતું હોવાી આમ લોકોમાં એ પોપ્યુલર નહોતી ઈ રહી; પણ હવે એનું ચલણ વધ્યું છે. અનેક વરાઇટી આવી ગઈ હોવાી ફેશન-ડિઝાઇનરોએ જાતજાતની કુરતી જ નહીં, ટયુનિક્સ સહિતનાં યંગસ્ટર્સનાં કપડાં ડિઝાઇન કર્યા છે. આ સમરમાં ખાદી ડિઝાઇનરોનું માનીતું ફેબ્રિક બન્યું છે. ઝિપર્સ અને હાઈ-વેસ્ટ ટ્રાઉઝર અને ટયુનિક્સ પણ એમાંી બન્યાં છે તો પ્રિન્ટેડ, ટોન્ડ વર્ક  અને મિરર વર્ક પણ એના પર કરવામાં આવે છે.

પેન્ટ અને પાયજામા 

ી અને પુરુષ બન્ને માટેનાં પેરેલલ અને સ્ટ્રેટ પેન્ટ્સ ખાદીમાંી બની રહ્યાં છે એમ જણાવતાં અર્ચના કહે છે, હવે કુરતાની સો પાયજામો પણ ખાદીનો જ હોય છે.

દુપટ્ટા અને સાડી

અનેક વરાઇટી આવી ગઈ છે. ખાદીનું બારીક પોત પણ બનતું હોવાી ફેશનેબલ વિમેન ડિઝાઇનર સાડીઓ ખાદીની બનાવડાવે છે. ખાદીનો દુપટ્ટો સિમ્પલ કુરતી પર રાખી સો કોલ્હાપુરી ચંપલનું કોમ્બિનેશન એનિક લુક આપે છે, જે યંગસ્ટર્સમાં ફેવરિટ બની રહ્યું છે. તો ખાદીની સિમ્પલ સાડી પણ રિચ લુક આપતી હોવાી મોભાદાર મહિલાઓમાં પ્રિય બની રહી છે.

વેડિંગવેઅરમાં પણ ખાદી!

અગાઉ વેડિંગવેઅરમાં કોટન કપડું જ નહોતું વપરાતું ત્યાં ખાદીનો તો સવાલ જ નહોતો, પણ હવે સમર સીઝનના વેડિંગમાં વર કે ક્ધયા નહીં પણ જાનૈયા કે માંડવિયાઓ લિનનના બદલે ખાદીના ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ બનાવે છે. ખાદીના આ મેન્સવેઅરમાં અત્યારે ઉનાળા જેટલી જ હોટ છે એમ જણાવતાં કેતન સુરાણા કહે છે, વેડિંગવેઅરમાં ગ્રૂમના પરિવારના સભ્યોમાં નરેન્દ્ર મોદી સ્ટાઇલ હોટ છે. હાફ સ્લીવ કુરતો, પાયજામો અને જેકેટ આ બધું જ ખાદીનું હોય છે. આ ઉપરાંત બંધગળાનો જોધપુરી પણ હવે લોકો ખાદીનો બનાવવાની ડિમાન્ડ કરે છે. જોધપુરી પર કસબકારીનું વર્ક કરવામાં આવે છે. ખાદી સિલ્કને લોકો હવે વેડિંગવેઅરમાં પ્રિફર કરી રહ્યા છે. ખાદીની શેરવાની અને ખાદીના લેહંગા પણ અમે ડિઝાઇન કર્યા છે એવું અર્ચના કોચરનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.