Abtak Media Google News

કચ્છના અબડાસા તાલુકાના રાયધણજર અને મોહા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી કોઠારા પોલીસના હાથે ઝડપાઇ છે

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે , રાયધણજર ગામની સીમમાં આવેલી વાડીમાં આ હથિયારો બનાવવામાં આવતા હતા.જેની બાતમીના આધારે પોલીસે છાપો મારીને વાડી માલિક નૂરમામદ હિંગોરા ની ધરપકડ કરી હતી જ્યારે તેમનો પુત્ર રેઇડ દરમિયાન ફરાર થઈ ગયો હતો.પોલીસે વાડીમાંથી હથિયાર બનાવવાની સામગ્રી , તેમજ બોલેરો કાર મળી 3.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Img 20190221 Wa0029 1

પકડાયેલા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે અને નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે જ એસ.પી.સૌરભ તોલંબિયાએ કચ્છના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ આજે જ હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઇ છે ત્યારે ગુનેગારી તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

Img 20190221 Wa0023 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.