Browsing: Gujarat News

આગામી ચાર દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના નહિવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 101 તાલુકાઓમાં મેઘ મહેર: સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા પાંચ ઈંચ…

કારખાનામાં મજૂરી કામ કરી બંને ઘરે પરત જતી હતી ત્યારે પગ લપસતાં પાણીમાં ડૂબી : એકને તરતા આવડતું હોવાથી બચી ગઈ  રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીનાળા છલકાય ગયા છે. તેમાંય બેઠા પૂલ પર પાણીનો પ્રચંડ વેગથી પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે ગતકાલે રાજકોટમાં  કરૂણાંતિકા સર્જાય છે. રાજકોટની આજી નદી નજીક કારખાનામાં મજૂરી કામ કરી બે મહિલા ઘરે પરત ફરી રહી હતી ત્યારે આજી નદીના બેઠા પુલ પર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી મહિલાને તરતા આવડતું હોવાથી અને લોકોની મદદથી તેનો બચાવ થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ કર્ણાટકના સુશીલાબેન શામજીભાઇ સોજીત્રા (ઉ.વ.35)અને રીનાબેન શૈલેષભાઇ સાકરીયા નામની બંને મહિલા શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ કારખાનામાં ગઈકાલે મજૂરી કામ કરી સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે આજી નદીના બેઠા પુલના પાણીના પ્રવાહમાં બંનેનો પાણીમાં પગ લપસતા મહિલાઓ તણાઈ હતી. જેમાં સુશીલાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે રીનાબેનનો બચાવ થયો હતો. ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, એક મહિલાનો જ બચાવ થયો હતો.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો અને થોરાળા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને  મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો મૃતક સુશીલાબેનને સંતાનમાં બે પુત્ર છે અને તેના પતિ ભટ્ટીમાં મજૂરી કામ કરે છે.

મોરબીના 16 અને થાનગઢનું એક વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.4.46 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબીમાં વાહનચોરીની ધોસ બોલાવી ત્રિપુટીએ થાનગઢ વિસ્તારમાં પણ બાઇક ચોરી કરી હતી. જેમાં…

એમ.પી.થી પેટીયુ રળવા આવેલા પરપ્રાંતિય પરિવાર પર આભ ફાટયું ગોંડલ થી લુણીવાવ વચ્ચે અનડગઢ પાસે સ્કોર્પીઓ અને ત્રીપલ સવારી માં આવી રહેલું  બાઇક ધડાકાભેર સામ સામે…

એક સંતાનની માતાને લગ્ન કરવા રાજકોટ લાવી અવાર નવાર આચર્યુ દુષ્કર્મ જૂનાગઢના માળીયા હાટીનાની એક સંતાનની માતાને પ્રેમ ઝાળમાં ફસાવી વેરાવળ ભાલકાના કુટુંબી શખ્સે બળાત્કાર ગુજાર્યાની…

ઢોર ચરાવવા ગયેલા માલધારીએ રોકેટ ભંગારમાં વેચી દીધાતા ભંગારના બે ફેરીયાઓએ વિસ્ફોટનો સામાન ભાટીયાના વેપારીને વેચ્યો તો: ત્યાંથી ઉપલેટા પહોચ્યો તો શહેરના કટલેરી બજારમાં પાંચ દિવસ…

કોરોના સામેના રક્ષણ માટે રામબાણ ઇલાજ કોરોના વેક્સીન છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકોને કોરોના વેક્સીન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ મહત્વની ભૂમિકા…

તંત્ર વરસાદની ટકાવારી કોના લાભમાં જાહેર કરે છે તેવા સવાલ ઉભા થયા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નહિવત વરસાદ તમામ જળાશયો તળિયા ઝાટક છતાં સરકારી તંત્ર…

વિકાસની વાતતો દૂર પ્રાથમિક સુવિધા પણ  ખોરવાઈ રહી છે દામનગર પાલિકા ના વિકાસ માં ઓટ આવી સામાન્ય સભા માં 24 માંથી 8 સદસ્યો ની હાજરી અસંતોષ…

ફારૂક ચૌહાણ, સુરેન્દ્રનગર: હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોરી, લૂંટફાટ તેમજ હત્યા જેવા ગુનાઓના બનાવો વધતા જઈ રહ્યા છે. ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોમાં આંતરરાજ્ય ગેંગ સક્રિય…