Abtak Media Google News

અકસ્માતની ઘટના અટકાવવા આરટીઓ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદમાં એક જ દિવસમાં સાતના ડ્રાઇવીંગ લાયસન્શ રદ

રાજયભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમને કડક બનાવવામાં આવ્યા છે. રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે કડક નિયમ બનાવી ડ્રાઇવીંગ લાયસન્શ રદ કરવા સુધીની કડક જોગવાઇ કરવામાં આવી છે.

આરટીઓએ છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક નિયમ માટે કેટલાક નિયમો કડક બનાવી ઝુંબેશ હાથધરી છે. શહેરના માર્ગો ઉપર ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. શહેરોના મુખ્ય સ્થાન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને તેના એડવાન્સ લેન્સથી પરિવહન વિભાગ સતત દરેક વાહન તેમજ તેની નંબર પ્લેટ ઉપર બાજ નજર રાખે છે. કેટલાક વાહન ચાલકો એવા છે કે જેઓ દિવસમાં જાણએ અજાણ્યે ત્રણથી ચાર વખત ટ્રાફિક નિયમનો ભંગ કરે જ છે. ખબર હોવા છતાં સીસીટીવીની અવગણના કરનારાઓ માટે માઠી પરિસ્થિતી સર્જાય શકે છે. રોંગ સાઇડમાં વાહન ચલાકોને કારણે અકસ્માતની શકયતા વધતી હોવાથી રોંગ સાઇડમાં વાહન ચલાવવાથી લઇ ફરજીયાત હેલ્મેટ પહેરવા સાઇડ બતાવવી અને ઇન્ડીકેટર અંગે પણ તકેદારી રાખવી ખુબ જ જ‚રી બને છે. ટ્રાફિક નિયમની અવગણા કરનારાઓના ડ્રાઇવીંગ લાયસન્શ આજીવન ગુમાવનવું પડી શકે છે.

અકસ્માતના બનાવ અટકાવવા તેમજ બેફામ વાહન ચલાવનારાઓને લગામ કરવા આરટીઓએ નિર્ણય લીધો છે કે કોઇ પણ વાહન ચાલક બે વખત રોંગ સાઇડમાં વાહન ચલાવતા નજરે પડે અથવા સીસીટીવીના ફુટેજ મળે તો તેને બ્લેક લીસ્ટ કરી તેનું ડ્રાઇવીંગ લાયસન્શ રદ કરવાનો મહત્વનો કરેલા નિર્ણયથી વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરતા અટકશે અને અકસ્માતના બનાવ અટકાવવા આવકાર્ય નિર્ણય હોવાનું પોલીસસુત્રોનું જણાવવું છે.

ટ્રાફિક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ નિયમનો ભંગ કરી રોંગ સાઇડમાં વાહન ચલાવતા પહેલી વખત પકડાશે તો તેને નોટિસ આપવામાં આવશે અને છ માસ માટે ડ્રાઇવીંગ લાયન્શ રદ કરવામાં આવશે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારની સામે એફઆઇઆર નોંધાવવા તેમજ વાહનના તમામ દસ્તાવેજો આરટીઓમાં જમા કરાવવાના રહેશે તેમ કહ્યું હતું. એ જ વ્યક્તિ જો બીજી વખત રોંગ સાઇડમાં વાહન ચલાવતા જણાય તો લાંબા સમય માટે અથવા તો આજીવન તેનું ડ્રાઇવીંગ લાયસન્શ રદ કરવામાં આવી શકે છે અથવા તો તેને બ્લેક લીસ્ટ કરવામાં આવી શકે તેવી જોગવાઇ હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ વેસ્ટના ડીસીપી સંજય ખારતે જણાવ્યું હતું કે, અગાઉ એવો નિયમ હતો કે એક જ વ્યક્તિ જો પાંચ વખત નિયમનો ભંગ કરતા ઝડપાય તો તેનું લાયસન્શ રદ કરવામાં આવે પરંતુ વર્તમાન પરિસ્થિતી મુજબ ટ્રાફિક નિયમ શખ્ત કરવા ખુબજ જરૂરી બનતા આ નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવ્યાનું કહ્યું હતુ. મંગળવારે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓએ સાત લોકોના ડ્રાઇવીંગ લાયસન્શ કર્યા હતા. માટે રોંગ સાઇડ હોય કે ટ્રાફિક સિગ્નલ હોય કે પછી હેલ્મેટ હોય નિયમો મે રહોંગે તો ફાયદોમે રહો ગે જેવી સ્થિતી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.