Abtak Media Google News

ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર પાંચમી એપ્રિલના રોજ લેવાશે: પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશને વર્ષ 2023માં યોજાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. બંને વર્ગોની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે અને બપોરે 1.30 કલાકે પૂરી થશે. પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે.

સીબીએસઈએ શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો પહેલેથી જ જાહેર કરી દીધી છે. બોર્ડ 02 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ધોરણ 10 અને 12 માટે પ્રેક્ટિકલનું આયોજન કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન ટૂંક સમયમાં ડેટશીટ અને ટાઈમ ટેબલ જાહેર કરી શકે છે. ડેટશીટ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને તેમની ડેટશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે.

જાહેર કરાયેલી ડેટશીટ મુજબ, સીબીએસઈ ધોરણ 10 માટે, 16 ફેબ્રુઆરીએ રિટેલ, સુરક્ષા, ઓટોમોટિવ, પ્રવાસન, કૃષિ, બેંકિંગ અને વીમો, 17 ફેબ્રુઆરીએ હિન્દુસ્તાની સંગીત, એકાઉન્ટન્સી, 20 ફેબ્રુઆરીએ ભાષા, 27 ફેબ્રુઆરીએ અંગ્રેજી, 4 માર્ચે વિજ્ઞાન , 6 માર્ચે હોમ સાયન્સ, 9 માર્ચે બિઝનેસ એલિમેન્ટ્સ, 11 માર્ચે સંસ્કૃત, 13 માર્ચે કમ્પ્યુટર, આઇટી, એઆઈ 15 માર્ચે સામાજિક વિજ્ઞાન, 17 માર્ચે હિન્દી અને 21 માર્ચે ગણિતનું પેપર હશે.

હોલટિકિટ કેમ ડાઉનલોડ કરવી?

  • ડેટશીટ જાહેર થયા પછી, સૌ પ્રથમ સીબીએસઈની વેબસાઇટ gov.inની મુલાકાત લો
  • હોમ પેજ પર, સીબીએસઈ 10મી અને 12મી બોર્ડ પરીક્ષા 2023ની ડેટશીટની પીડીએફ લિંક જોવા મળશે.
  • વિદ્યાર્થીઓ તેના પર ક્લિક કરીને 10મી કે 12મી બોર્ડની પરીક્ષાની ડેટશીટ ચેક અને ડાઉનલોડ કરી શકશે.
  • વિદ્યાર્થીઓ ડેટશીટની પ્રિન્ટઆઉટ લઈ શકશે અને તેને પોતાની પાસે રાખી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.