Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી ડો.રમેશ પોખરીયાલે ટ્વીટ કરી આપી જાણકારી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન સીબીએસઈના ધો.૧૦ના પરિણામને જાહેર કરવાને લઈ અનેક અટકળો ચાલી રહી હતી. જો કે, ધો.૧૨ જેમ જ અચાનક પરિણામ જાહેર કરીને ચોકાવનારા સમાચાર પર કેન્દ્રીય મંત્રી ડો.રમેશ પોખરીયાલ નિશંક અને સીબીએસઈના પ્રવકતાએ મંગળવારે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, આવતીકાલે તા.૧૫ જુલાઈએ ધો.૧૦ સીબીએસઈનું પરિણામ જાહેર થશે. ગઈકાલે જ ધો.૧૨નું સીબીએસઈનું ૮૮.૭૮ ટકા પરિણામ આવ્યું હતું અને હવે આવતીકાલે ધો.૧૦ના પરિણામની રાહ જોઈ બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામને લઈ ખુબજ ઉત્સુક છે.

અગાઉ કોર્ટના આદેશ બાદ સીબીએસઈએ જાણકારી આપી હતી કે, બોર્ડના પરિણામ ૧૫ જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં ધો.૧૨નું પરિણામ ૧૩ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ હવે આતુરતાથી ધો.૧૦ના પરિણામની રાહ જોઈ રહ્યાં છે.

ધો.૧૦માંની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશીયલ વેબસાઈટ  cbse.nic.inપર જઈ પોતાનું પરિણામ જોઈ શકશે.

સીબીએસઈ ૧૦માનું પરિણામ cbse.nic.in અને results.nic.in પર જોઈ શકાશે. આ વર્ષે લગભગ ૧૮ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. અગાઉ સીબીએસઈ દ્વારા ધો.૧૨નું પરિણામ ૧૩ જુલાઈના રોજ જાહેર કરી દીધું છે અને તેનું કુલ પરિણામ ૮૮.૭૮ ટકા જેટલું આવ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો ૬ મેના રોજ ધો.૧૦નું પરિણામ જાહેર થયું હતું પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે થોડુ મોડુ પરિણામ એટલે કે આવતીકાલના રોજ પરિણામ જાહેર થશે. આ વખતે બોર્ડે કોરોના લોકડાઉનના કારણે સર્જાયેલી પરિસ્થિતિના કારણે બાકીના પરીક્ષાનું આયોજન કરી શક્યું નથી.

આવી સ્થિતિમાં સીબીએસઈએ ધો.૧૨ બાદ હવે ધો.૧૦નું પરિણામ પણ મેરીટ લીસ્ટ વગર અને ટોપર્સ લીસ્ટ વીના જાહેર કરશે અને વિદ્યાર્થીઓને ડીજી લોકર દ્વારા ડિજીટલ માર્કશીટ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.