Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોનાં માધ્યમથી કરવામાં આવે છે. જેનાં કારણે સૌરાષ્ટ્ર વિસ્તારનાં અનેક છાત્રોને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. સીસીડીસીનાં તાલીમ વર્ગોમાં દરરોજ સિલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમસીકયુ પરીક્ષા, જ્ઞાનના સાગરરૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ, ઉપકુલપતિ અને કુલસચિવનાં સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળસ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમ વર્ગોને અને કાર્યશાળાઓનાં આયોજનને બિરદાવેલ છે. હાલ જીપીએસસી દ્વારા જુદી-જુદી જગ્યાઓ વર્ગ-૧ માટે નાયબ કલેકટર/ નાયબ જિલ્લા વિકાસ અધિકારી-૧૫, નાયબ પોલીસ અધિક્ષક-૨૦, જિલ્લા નાયબ રજિસ્ટ્રાર-૨, અધિક્ષક, નશાબંધી અને આબકારી-૧, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ-૨, નાયબ નિયામક-૭ અને વર્ગ-૨ માટે સેકશન અધિકારી-૧, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર-૧૦, રાજયવેરા અધિકારી-૫, જિલ્લા નિરીક્ષક જમીન દફતર-૫, આદિજાતિ વિકાસ અધિકારી-૪, તાલુકા વિકાસ અધિકારી-૧૫, સમાજ કલ્યાણ અધિકારી-૪, અધિક્ષક, નશાબંધી અને આબકારી-૧ અને મદદનીશ નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી-૫ માટે કુલ ૯૭ની ભરતી કરવામાં આવનાર છે. ભરતીની જાહેરાતનાં અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસી દ્વારા તા.૧/૮/૨૦૧૯ને ગુરુવારથી પ્રિલીમ્સનાં તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ વર્ગમાં જીપીએસસી વર્ગ ૧-૨ની વિવિધ જગ્યાઓ માટેના અભ્યાસક્રમ જનરલ સ્ટડીઝનાં પ્રિલીમ્સનાં સિલેકટેડ વિષયો જેવા કે, ભારતનું બંધારણ, ભારતનો ઈતિહાસ અને ભુગોળ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, મેથેમેટીકસ અને રીઝનીંગ, સાંસ્કૃતિક વારસો વગેરેની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોકત તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો તા.૩૦/૭/૨૦૧૯ સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝનાં ફોટા, જીપીએસસીનું ઓનલાઈન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી.પ્રુફ અને લીવીંગ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કિંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.